નડીઆદ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન

રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમીત્તે નડીઆદ જિલ્લા જેલ ખાતે અધિક પોલીસ મહાનિર્દેશક (જેલ) ડો. કે.એલ.એન.રાવ રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું . નડીઆદ જિલ્લા જેલ ખાતે સગી બહેનોના આદેશનુસારપોતાના સગા બંદીવાનભાઇઓને અને બંદીવાન બહેનો તેઓના ભાઇઓને આજ રક્ષાબંધનના પર્વના દીવસએ રાખડી બાંધી શકે તેવુ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા જેલ ઈન્ચાર્જ અધિક્ષક અરવિંદસિહ વાધેલા તથા જેલર એમ.એસ.મલેક ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ)