Western Times News

Gujarati News

MSMEનું પ્રતિનિધિત્વ કરતા ઉદ્યોગપતિઓના ક્ષેત્રીય સંમેલનનું આયોજન

લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત દ્વારા ૪ માર્ચના રોજ અમદાવાદ ખાતે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતા ઉદ્યોગપતિઓના એક દિવસીય ક્ષેત્રીય સંમેલનનું આયોજન

લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત દ્વારા ૪મી માર્ચ ૨૦૨૩ના રોજ અમદાવાદ ખાતે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતા ઉદ્યોગપતિઓના એક દિવસીય ક્ષેત્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

લઘુ ઉદ્યોગ ભારતી, ભારતનું સૌથી મોટું અને અગ્રણી ઉદ્યોગ સંગઠન છે, જે દેશભરના ૫૫૦ જિલ્લામાં ૪૦,૦૦૦થી વધુ સભ્યો ધરાવે છે અને ૨૮ વર્ષથી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોના લાભો અને હિત માટે કાર્યરત છે. Organization of sectoral convention of businessmen representing MSMEs

આ ક્ષેત્રિય સંમેલનમાં શહેરી, અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારો સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતા ૧૫૦૦ ઉદ્યોગપતિઓ ભાગ લેશે.

લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી શ્યામ સુંદર સલુજાએ કહ્યું કે,અમદાવાદમાં પ્રેરણા પીઠ સતપંથ મંદિર પીરાણા રોડ ખાતે આયોજિત આખા દિવસના સંમેલન દરમ્યાન ફાઈનાન્સ, ટેક્નોલોજી, ફંડ, કૌશલ્ય વિકાસ અને પ્રેરણાસહિત MSMEને લગતા તમામ વિષયોને આવરી લેવામાં આવશે. આ ક્ષેત્રોના નિષ્ણાતો દિવસભર વાર્તાલાપ અને પ્રેઝેન્ટેશન આપશે.

તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાત રાજ્યમાં ઉત્પાદન કરતા ઉધોગકારો માટે સંવાદ, નેટવર્કિંગ અને સંમેલન દરમિયાન યોજાનારી ચર્ચાઓ અને વાટાઘાટોમાંથી લાભ મેળવવાની એક મોટી તક છે. સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોના ઉત્પાદન ક્ષેત્રના ઉધોગકારોની આટલી મોટી સંખ્યા સાથે સંમેલનનું આયોજન ગુજરાત રાજ્યમાં લાંબા સમય બાદ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.