Western Times News

Gujarati News

પાટણ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન

૧૦૦% મતદાનના ઉદેશ્ય સાથે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સહી ઝુંબેશ

(માહિતી બ્યુરો, પાટણ) ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની તારીખો જાહેર થતા જ ચૂંટણી પ્રક્રિયાની કામગીરી તેજ બની છે. પાટણ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કામે લાગ્યું છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે અવસર કેમ્પેઈન અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે પાટણ જિલ્લામાં સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું હતુ.
લોકશાહીને મજબુત બનાવવા દરેક મતદારો અચુક મતદાન કરે તે માટે પાટણમાં જિલ્લા ચૂંટણી તંત્ર કટીબદ્ધ છે. મતદાન વધુ થાય તે માટે વિવિધ માધ્યમો દ્વારા હાલમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

જિલ્લામાં હાલમાં ઓછું મતદાન ધરાવતા વિધાનસભા મતદાર વિભાગ દિઠ-૧૧ મતદાન મથક મુજબ પાટણ જિલ્લાના કુલ-૪૩ મતદાન મથકોની જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા મુલાકાત કરવામાં આવી છે. તેમજ મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃતિઓ પણ કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લાનાં પાટણ શહેર, રાધનપુર, સમી, વગેરે જેવા અન્ય શહેરી વિસ્તારમાં મતદાન જાગૃતિ માટે વિવિધ સ્થળોએ સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પાટણવાસીઓ ઉત્સાહભેર જાેડાઈને અવશ્ય મતદાન કરવાનાં સંકલ્પ સાથે હસ્તાક્ષર કર્યા હતા. જિલ્લામાં અત્યારસુધી કુલ ૧૩ અલગ-અલગ સ્થળોએ સહી ઝુંબેશના કાર્યક્રમો થઈ ચુક્યા છે, જેમાં કુલ ૧૫૨૭ જેટલા મતદારોએ લાભ લીધો છે.

જિલ્લાના શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં પણ ઘરે-ઘરે જઈને શિક્ષકો દ્વારા લોકોને મતદાન અંગે જાગૃત કરવા માટે સહી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગ્રામીણ વિસ્તારના લોકો મતદાનનું મહત્વ સમજીને લોકશાહીના અવસરમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ છે. ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારોમાં ઓછુ મતદાન થયું હોય અથવા ઓછું મતદાન થવાની સંભાવના હોય તેવા વિસ્તારોમાં ‘’હું મતદાન કરીશ’’, ‘’મતદાન કરવું એ મારી ફરજ છે’’ વગેરે જેવા સ્લોગન સાથે સહી ઝુંબેશ ચલાવીને લોકોને જાગૃત કરવામાં આવ્યા. જેના કારણે ગામડાઓના લોકો અવસર કેમ્પેઈન અંતર્ગત જાેડાઈ રહ્યા છે. પાટણ જિલ્લાના ગામે-ગામ અવસર કેમ્પેઈન અંતર્ગત લોકોને સમજણ આપી વધુ મતદાન માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.