ગુજરાત મીડિયા કલબ દ્વારા અમદાવાદમાં ‘અંગદાન મહોત્સવ’નું આયોજન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે State Organ and Tissue Transplant Organization (SOTTO), Indian Medical Association ની ગુજરાત બ્રાન્ચ તેમજ ગુજરાત મીડિયા કલબ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ‘અંગદાન મહોત્સવ’ માં ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે, મુખ્યમંત્રીશ્રીના વરદ્ હસ્તે રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંગદાન કરનારા પરિવાજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ અંગદાનના મહત્વ વિશે જણાવતાં વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી અંગદાનને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિને બિરદાવી હતી.
આ અવસરે ઉપસ્થિત મહાનુભાવો તથા જાગૃત નાગરિકો દ્વારા અંગદાન સંદર્ભે સામુહિક પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.