મોડાસા તાલુકાના સરડોઈ ગામે દેવી ભાગવતકથાનું આયોજન
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) મોડાસા તાલુકાના સરડોઈ ગામે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.છે. કથાવાચક પૂ.સત્યાચાર્યજીના વ્યાસ પીઠે યોજાનાર આ કથાના મુખ્ય યજમાન શ્રીમતી દીપિકાબેન અને ઈશ્વરચંદ્ર પુરુષોત્તમદાસ ભાવસારના ઘેર થી પોથી યાત્રાનુ પ્રસ્થાન તારીખ ૨.૬.૨૩ ને શુક્રવાર ના રોજ સવારે ૮.૩૦ કલાકે થશે.
કથાનો પ્રારંભ ૨.૬.૨૦૨૩, શુક્રવારે રાતે ૮.૦૦ કલાકે થશે તેની પૂર્ણાહુતિ ૧૦.૬.૨૯૨૩ ને શનિવારે થશે. સમગ્ર સરડોઈ ગ્રામજનો દ્વારા આયોજિત આ ભાગવત કથા સરડોઈના ઉપરી બજાર પરબડીચોક ખાતે યોજાશે. દરેક ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે .