અતુલમાં મફત નેત્રયજ્ઞ અને મહિલાઓ માટે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન
(પ્રતિનિધિ) વલસાડ, અતુલમાં આર એન સી આઈ હોસ્પિટલ,વલસાડ,અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને અતુલ ગ્રામ પંચાયતનાં સહયોગથી ગ્રામપંચાયત હોલમાં મફત નેત્રયજ્ઞ અને મહિલાઓ માટે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં અતુલ અને આજુબાજુનાં ગ્રામજનોએ લાભ લીધો હતો. કેમ્પમાં કુલ ૪૭૯ લોકોએ લાભ લીધો હતો.
૩૭૪ લોકોને મફત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ૫૬ લોકોને મોતિયાબિંદુનાં ઓપેરેશન માટેની તારીખ નક્કી કરીને આપવામાં આવી હતી. ઓપરેશન માટે દર્દીઓને લાવવા- લઈ જવાની તેમજ જમવાની તમામ સુવિધાઓ કરવામાં આવી હતી. મહિલાઓ માટેનાં આરોગ્યનિદાન કેમ્પમાં ૧૨૯ બહેનોએ લાભ લીધો હતો જેમાં લોહીની તપાસ, શુગર અને પ્રેશર ચેક કરીને નિષ્ણાંત ડોક્ટર દ્વારા બહેનો ને આરોગ્યવિષયક સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા.