વાપી ખાતે મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન
(તસ્વીરઃ અશોક જાેષી) (પ્રતિનિધિ) વાપી, વાપી જીઆઇડીસી માં આવેલ વી આઈ એ ઓડી ટેરીયમ ખાતે વાપી મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરમાં ૧૨૫ યુનિટ રક્ત એકત્ર થયું હતું. રક્તદાન અન્ય કોઈપણ દાન કરતાં શ્રેષ્ઠ છે,
કારણ કે જ્યારે આપણે આપણું રક્તદાન કરીએ છીએ, ત્યારે આપણે જીવન માટે સંઘર્ષ કરી રહેલા પીડિત વ્યક્તિનો જીવ બચાવીએ છીએ. તેથી જ કોઈના ચહેરા પર સ્મિત લાવવા માટે રક્તદાન કરવાનું સત્કર્મ કરો, એમ મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય રક્તદાન શિબિર પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા પૂર્વ વનમંત્રી અને ધારાસભ્ય રમણલાલ પાટકરે જણાવ્યું તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું.
મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપી અને લાયન્સ ક્લબ ઓફ વાપી નાઇસના સંયુક્ત પ્રયાસોથી ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી જી આઈ ડી સી ખાતે આવેલ વી આઈ એ ઓડિટોરિયમ ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૨૫ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
સવારે ૮ વાગ્યાથી શરૂ થઈ સાંજે ૪ વાગ્યા સુધી રક્તદાતાઓનો ધસારો રહ્યો હતો.આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ વૈષ્ણવે જણાવ્યું હતું કે રક્તદાન માટે પૈસા કે તાકાતની જરૂર નથી. ફક્ત સહકારની જરૂર છે, તેથી જ મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ પુણ્ય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેથી સંસ્થા દ્વારા ખિસકોલીના પ્રયાસ રુપી જરૂરિયાતમંદ લોકોને રક્ત સમયસર મળી શકે તે માટે સંસ્થાનો પ્રયાસ ૧૦૧ યુનિટ રક્ત એકત્ર કરવાનો હતો, પરંતુ પદાધિકારીઓની અથાક મહેનત અને અથાક પરિશ્રમના કારણે ૧૨૫ યુનિટ રક્ત એકત્ર થયું. જે બદલ સંસ્થા તમામ દાતાઓનો આભાર માને છે.
સંસ્થાના જનરલ સેક્રેટરી સોનિયા ચૌહાણ, ઉપપ્રમુખ મોહમ્મદ ભાઈ, ખજાનચી ક્રિષ્ના ઝા, સેમ શર્મા, ઈકરામ સૈયદ, કિન્નર દેસાઈ અને સંસ્થાના તમામ સભ્યોએ રક્તદાન કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ મહેનત કરી હતી ઘણા એવા છે
યુવાનો કે વ્યક્તિઓ જેઓ અત્યારે રક્તદાન કરતા ડરે છે, તેથી તેમને જાગૃત કરવાની આપણી ફરજ છે. રક્તદાન એ મહાન દાન છે એવી લાગણી જનમાનસમાં ફેલાવવી જાેઈએ.