Western Times News

Gujarati News

લગ્નમાં થતો ખર્ચ બચાવવા એક જ પરિવારના 17 ભાઈ-બહેનોના ‘સમૂહ લગ્ન’નું આયોજન

પ્રતિકાત્મક

રાજસ્થાનના એક જ પરિવારના 17 ભાઈ-બહેનોના ‘સમૂહ લગ્ન’ની કંકોતરી વાયરલ-આખી કંકોતરી વર-કન્યાના નામથી જ ભરાઈ ગઈ

(એજન્સી)બિકાનેર, રાજસ્થાનના બિકાનેર નજીકના નોખા વિસ્તારની એક કંકોતરી સોશીયલ મીડીયામાં ભારે વાયરલ થઈ છે. આ લગ્ન કંકોતરીમાં વર-કન્યાના નામ જ એટલા છે કે બીજુ કશું લખવાની જગ્યા જજ બચી નહી. ગામના વડીલે દાખલો બેસાડયા માટે જુદી જુદી કંકોતરી છપાવવાને બદલે એક જ કંકોતરી છપાવી.

સુરજારામ ગોદારા નામના વડીલનો પરીવાર આજેય ભેગો રહે છે આ સંયુકત પરીવારમાં ૧૭ ભાઈ-બહેનો લગ્નલાયક થયા એટલે સુરજારામે બધાના લગ્ન એઅક જ વખતમાં કરવાનું નકકી કર્યું. આગલા દિવસે પાંચ પૌત્રીઓની જાન ગામમાં આવી ને બીજા જ દિવસે ૧ર ભાઈઓની જાન ગઈ. બે દિવસમાં ૧૭ ભાઈ-બહેનોના લગ્ન થઈ ગયા. સુરજારાએ જમણવાર પણ એક સાથે જ ગોઠવી દીધો એટલે ખોટા ખર્ચથી બચી શકાય.

તે એટલે સુધી કે સુરજારામે કંકોતરીઓનો ખોટો ખર્ચ પણ ન કર્યયો એક કંકોતરીમાં તમામ ભાઈ-બહેનોના નામ લખી નાખ્યા. પરીણામે કંકોતરીમાં શેરો-શાયરી કે બીજું કઈ લખાણ લખવાની જગ્યા ન રહી. ૧૭ ભાઈ-બહેનોના નામ અને તેમના પાર્ટનરના નામ લખ્યા ત્યાં જ કંકોતરી પુરી થઈ ગઈ.

લગ્ન તો આ સપ્તાહમાં પુરા થઈ ગયા પરંતુ તેની કંકોતરી સોશીયલ મીડીયામાં વાયરલ થઈ છે. લોકોએ આ કંકોતરીના ભારે વખાણ કર્યા. આ પ્રકારે લગ્નમાં ખોટા ખર્ચા ન કરવાનો જે દાખલો બેસાડયો તેની પણ લોકો પ્રશંસા કરી રહયા છે. પરીવારના વડીલે પૌત્ર–પૌત્રીઓના લગ્ન સાથે કરાવી ખોટો ખર્ચ ન કરવાનો દાખલો બેસાડયો

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.