Western Times News

Gujarati News

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત અકાદમી અને ગુજરાત ટુરિઝમના સહયોગથી આયોજન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની જાણીતા સ્વરકાર શ્રી ગૌરાંગ વ્યાસના “ગૌરવવંતા ગૌરાંગ” સન્માન સમારોહમાં ઉપસ્થિતિ-શ્રી ગૌરાંગ વ્યાસના સન્માન સાથે અનેક યાદગાર ગુજરાતીઓ ગીતોની સૂરાવલીઓ રેલાઈ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય સંગીત અકાદમી અને ગુજરાત ટુરિઝમના સહયોગથી આયોજિત “ગૌરવવંતા ગૌરાંગ” કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાતી સંગીતના રત્ન સમા શ્રી ગૌરાંગ વ્યાસને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આજના પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે જાણીતા સૂરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું પણ સન્માન કરવામાં આવ્યું. તેમની નાદુરસ્ત તબિયતને કારણે શ્રી સૌમિલ મુનશીએ એવોર્ડ સ્વીકાર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગને લ્હાવો ગણાવતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ, વિરાસત અને સંસ્કૃતિના જતનનો સંદેશ આપ્યો છે. જેના અનુસંધાને આયોજિત આ કાર્યક્રમમાં ગૌરાંગભાઈ અને પુરુષોત્તમભાઈનું સન્માન કરતા સરકારનું ગૌરવ પણ વધ્યું છે.

આજના સમારોહમાં ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, જાણીતા લેખક અને કવિ શ્રી ભાગ્યશ જહા તથા સંગીત રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.