અમદાવાદ રેલવે મંડળ ખાતે NDRFના સહયોગથી મોકડ્રીલનું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે વટવા યાર્ડ ROH ડેપો ખાતે તા.03.05.2023ના રોજ રેલવે દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDRF) ટીમ સાથે સંયુક્ત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોક ડ્રિલમાં રેલવે તરફથી અપર મંડળ રેલ પ્રબંધક , વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી, વરિષ્ઠ મંડળ મિકેનિકલ એન્જિનિયર,
વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક, (જનરલ), મુખ્ય ચિકિત્સા અધિકારી, વરિષ્ઠ મંડળ ચિકિત્સા અધિકારી, સહાયક મંડળ સંરક્ષા અધિકારી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDRF)ની ટીમ સાથે મિકેનિકલ, ટ્રાફિક, મેડિકલ, ટેલિકોમ, સંરક્ષા, કોમર્સ અને, Organized Mock Drill in collaboration with NDRF at Ahmedabad Railway Board
ઇલેક્ટ્રિસિટી વિભાગના 350 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી રાષ્ટ્રીય (NDRF)ના 25, આરપીએફ ના 23 જવાનો અને સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઈઝેશનના 14 સ્વયંસેવકો હાજર હતા.
રેલવે દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDRF) કંટ્રોલ રૂમને અકસ્માતની માહિતી આપવામાં આવ્યા બાદ, શ્રી વિક્રમ, NDRF ટીમના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તેમની કંપનીના 25 જવાનો સાથે દુર્ઘટના સ્થળે પહોંચ્યા. આ અકસ્માતમાં મેડિકલ રિલીફ વેનની મેડિકલ ટીમ,
EMRI-108ની 04 એમ્બ્યુલન્સ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDRF)ની ટીમના સંયુક્ત પ્રયાસોથી 03 મહિલા યાત્રીઓ અને 20 પુરૂષ યાત્રીઓ સહિત કુલ 23 ઘાયલ યાત્રીઓ ને કોચ કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા.
મેડિકલ ટીમ દ્વારા 23 ઘાયલ મુસાફરોને પ્રાથમિક સારવાર બાદ નજીકની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. કોચની બારી અને છત કાપીને ઘાયલ મુસાફરોને બચાવવાની કવાયત રેલવે અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDRF) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.
મોક ડ્રીલ દરમિયાન, રેલ્વેની અકસ્માત રાહત ટીમ દ્વારા પાટા પરથી ઉતરી ગયેલા 02 કોચને પાટા પર પાછા લાવવામાં આવ્યા હતા. મોક ડ્રીલના અંતે વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી દ્વારા આ પ્રકારની ડ્રીલની ઉપયોગિતા સમજાવવામાં આવી હતી કે, આ મોકડ્રીલ આપણને વાસ્તવિક અકસ્માત સમયે આવી પરિસ્થિતિઓ ઉભી થાય ત્યારે તે પરિસ્થિતિઓમાં આપણને કામ કરવા માટે તૈયાર કરે છે.