Western Times News

Gujarati News

RSS દ્વારા ગોધરામાં પંચ શક્તિ સંગમ જિલ્લા એકત્રીકરણ કાર્યક્રમનુ આયોજન

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગોધરા શહેરમાં પંચ શક્તિ સંગમ જિલ્લા એકત્રીકરણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું, સાથે સાથે ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલન પણ કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ દ્વારા છેલ્લા ૯૮ વર્ષથી વ્યક્તિ નિર્માણ દ્વારા હિન્દુ સમાજના સંગઠન થકી રાષ્ટ્ર નિર્માણ માટે પ્રયાસ કરે છે, આ કાર્ય દરેક ગામ સુધી પહોંચે તેવા પંચમહાલ જિલ્લાના પંચશક્તિ નામના જિલ્લા એકત્રીકરણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું, ગોધરા શહેરના પોલીસ મુખ્યમથક ગ્રાઉન્ડ ખાતે નોંધણી કરાવ્યા બાદ આરએસએસ કાર્યકર્તાઓ દ્વારા ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં પથ સંચલન કરવામાં આવ્યું હતું,

પોલીસ મુખ્યમથક ગ્રાઉન્ડ ખાતેથી આ સંચલનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેનું ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને પોલીસ મુખ્યમથક ખાતે સમાપન થયું હતું, જેમાં ૨ હજાર ઉપરાંત આરએસએસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જે બાદ ગોધરા શહેરના પોલીસ મુખ્યમથક ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,

આ કાર્યક્રમમાં મ્છઁજી શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી સાધુ બ્રહ્મજીવનદાસજી તથા ગુજરાત પ્રાંતના બૌદ્ધિક પ્રમુખ કૈલાશભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.