શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સ્વ-પ્રેમ, દયા વિષે જાગૃતિ ફેલાવવા ‘પરિવર્તન ડ્રાઈવ’નું આયોજન
પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, નડિયાદ દ્વારા ‘પરિવર્તન ડ્રાઈવ’નું આયોજન કરવામાં આવ્યું
(પ્રતિનિધિ) નડિયાદ, ‘પરિવર્તન’ ડ્રાઇવ – ૨૦૨૩ -૨૦૨૪’ – અ ડ્રાઈવ ફોર ચેન્જ એન્ડ એકશન પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, નડિયાદ દ્વારા ઇગ્નાઇટ્સ ધ ચેન્જ અંતર્ગત વોકેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૩જી, માર્ચ રવિવાર ના રોજ ‘પરિવર્તન ડ્રાઈવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિવર્તનશીલ ઈવેન્ટની થીમ ‘બિ ધ ચેન્જ ટુ બ્રિંગ ધ ચેન્જ’ પસંદ કરવામાં આવી હતી.
આ ‘પરિવર્તન ડ્રાઇવ’ નો મુખ્ય હેતુ પરિવર્તન લાવવા માટે બદલાવ ના એજેન્ટ બની સમાજમાં જાગૃતિ પેદા કરવાનો હતો. શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સ્વ-પ્રેમ, દયા, સ્વીકૃતિ અને સમર્થન મેળવવા વિશે જાગૃતિ ફેલાવવાનો અર્થસભર સંદેશ આપવમાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા લોકોને શિક્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો
કે ‘સ્વ’ને પ્રાથમિકતા આપવી એ ‘સ્વાર્થી નથી’ છે. પોતાની સંભાળ રાખવી એ બીજાને પોતાની સંભાળ રાખવામાં મદદ કરવા જેટલું જ મહત્વપૂર્ણ છે. પરિવર્તન ડ્રાઇવનો એક ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ થકી સમાજમાં જવાબદારી, કરુણા અને સક્રિય નાગરિકતાના મૂલ્યો કેળવવા અંગે જાગૃતિ લાવવાનો પણ હતો.
ડૉ. યોગેશ જૈન (આચાર્ય) એ શાળા દ્વારા શરૂ કરાયેલ સામાજિક જાગૃતિના અભિયાનના મહત્વને સમજાવવા સાથે પ્રાસંગિક ઉદ્દ્બોધન કર્યું હતું.. પંકજભાઈ દેસાઈએ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી ડી’માર્ટ, નડિયાદથી શરૂ થઈ અને ઈપ્કોવાલા હોલ, નડિયાદ ખાતે સમાપ્ત થઈ હતી. રેલી દરમિયાન વિદ્યાર્થીઓ, માતા-પિતા અને સ્થાનિક લોકોએ આત્મ-પ્રેમ, દયા, સ્વીકૃતિ અને સમર્થન મેળવવા વિશે જાગૃતિ ફેલાવવા પોસ્ટરો, પ્લેકાડ્ર્સ, સૂત્રો સાથે કૂચ કરી હતી.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલીના મહત્વને વધારતા માઇમ અને ડાન્સીસ ની પણ સુંદર રજૂઆત કરવામાં આવી હતી. આ રેલીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને સ્થાનિક રહેવાસીઓની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી, જેઓ સમાજ પર હકારાત્મક અસર ફેલાવવા માટેના શાળાના આ પ્રયત્નમાં યોગદાન આપવા માટેની કટિબદ્ધતા દર્શાવી હતી. રેલીના સમાપન પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ ડૉ. યોગેશ જૈને જણાવ્યું હતું કે, “પરિવર્તન ડ્રાઇવ એક જબરદસ્ત સફળ રહી છે, જે અમારા વિદ્યાર્થીઓ અને સમાજ ને નજીક લાવી રહી છે. સકારાત્મક પરિવર્તન પ્રત્યેનો ઉત્સાહ અને પ્રતિબદ્ધતા જોઈને આનંદ થાય છે.