૧૭થી ૩૦ એપ્રિલ દરમિયાન ભાવનગર ખાતે સ્પોર્ટ્સ ચેલેન્જર્સ ટ્રોફીનું આયોજન
આ રમતોત્સવ સંભવિત ૧૯થી ૨૨ એપ્રિલ દરમિયાન આયોજિત કરાશે- સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યપાલશ્રીઓ, મદુરાઈના રાજા, નામાંકિત સંગીતકારો હાજરી આપશે
રબારી, ભરવાડ, આહિર સમાજ દ્વારા આમંત્રિતો માટે સમૂહભોજનું આયોજન કરાશે -તમિલનાડુ અને ગુજરાતના સ્ટેટ ઓલિમ્પિક એસોસિયેશન્સના ઉપક્રમે યોજાશે આ રમતોત્સવ
પ્રવક્તા મંત્રી શ્રી ૠષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આગામી ૧૭થી ૩૦ એપ્રિલ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ બંને રાજ્યો વચ્ચેના પ્રાચીન સંબંધોની ઉજવણી દરમિયાન સાંસ્કૃતિક આદાન-પ્રદાનની સાથે સાથે રમતગમતને પ્રાધાન્ય આપવાના ભાગરૂપે સ્પોર્ટ્સ ચેલેન્જર્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે. Organized Sports Challengers Trophy at Bhavnagar from 17th to 30th April
આ રમતોત્સવ સંભવિત ૧૯થી ૨૨ એપ્રિલ દરમિયાન આયોજન કરવામાં આવનાર છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યપાલશ્રીઓ, મદુરાઈના રાજા, નામાંકિત સંગીતકારો હાજરી આપશે. તેમજ રબારી, ભરવાડ, આહિર સમાજ દ્વારા આમંત્રિત મહેમાનો માટે સમૂહભોજનું પણ આયોજન કરવામાં આવ્યું છે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, તમિલનાડુ અને ગુજરાતના સ્ટેટ ઓલિમ્પિક એસોસિયેશન્સના ઉપક્રમે યોજાશે આ રમતોત્સવનું આયોજન કરવામાં આવશે, જેમાં ટેનિસ, ટેબલ ટેનિસ, કબડ્ડી, સ્વીમિંગ અને વોલીબોલ એમ પાંચ સ્પર્ધા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રમતો પૈકી ટેનિસ તથા ટેબલ ટેનિસમાં સિંગલ મેન્સ, સિંગલ વિમેન્સ, મિક્સ ડબલ્સ, મેન ડબલ્સ, વિમેન ડબલ્સ જેવી ઇેવેન્ટ્સ યોજાશે, કબડ્ડી અને વોલીબોલમાં ટીમ ઇવેન્ટ્સ, જ્યારે સ્વીમિંગમાં ૮ ઇવેન્ટ્સ યોજાશે.
રાજ્યમાં યોજાનાર સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત સોમનાથ, દ્વારકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળોએ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સોમનાથ ખાતે ઇન્ડેક્સ્ટ-સી દ્વારા ૬૦ સ્ટોલ્સ, શિક્ષણ વિભાગ દ્વારા ૨૦ સ્ટોલ્સ અને ખાણીપીણીના ૧૦ સ્ટોલ્સ ઊભા કરવાનું આયોજન છે. જ્યારે દ્વારકા ખાતે ઇન્ડેક્સ્ટ-સી દ્વારા ૧૦ અને શિક્ષણ વિભાગ દ્વારા ૧૦ સ્ટોલ્સ બનાવવામાં આવશે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટેન્ટ સિટી ટેન્ટ સિટી ખાતે આયોજન કરવામાં આવશે એમ પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ દસ દિવસીય કાર્યક્રમમાં ૩૦૦ સુધીની વ્યક્તિઓની બેચમાં સોરાષ્ટ્ર મૂળના તથા સૌરાષ્ટ્ર મૂળ સિવાયના તમિલો અનુક્રમે ૭૦:૩૦ના ગુણોત્તરમાં ભાગ લેશે, જેમાં વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો, વણકરો, શિક્ષકો વગેરે સમુદાયોનો સમાવેશ થાય છે.
પ્રવાસીઓના આવન-જાવન માટે ખાસ ટ્રેનો દોડાવવાનું આયોજન છે, જે પૈકી પ્રથમ ટ્રેન મદુરાઈથી ગુજરાત આવવા ઉપડશે. જ્યારે ખાસ આમંત્રિત મહેમાનો, રાજકીય-સામાજિક આગેવાનો, કલાકારો, રમતવીરો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર તમિલ સંગમ દરમિયાન આમંત્રિત મહેમાનો માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, એજ્યુકેશ એક્સ્પો, ગીર જંગલ સફારી, મ્યુઝિયમ, કચ્છી લોકવાદ્યોના સૂર સાથે ડિનર, બીચ વોલીબોલનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્યાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા મોલ, જંગલ સફારી, બોટનિકલ ગાર્ડન, વેલિ ઓફ ફ્લાવર્સ, નર્મદા આરતી, ન્યુટ્રિશિયન પાર્કની મુલાકાત તથા સિતાર, જલતરંગ, સંતૂર, તબલા જેવા વાદ્યોના સૂર સાથે ડિનરનું આયોજન કરવામાં આવશે એમ પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.