ગાંધીનગરમાં ત્રણ દિવસીય ઈન્ડિયા ફોટો વિડીઓ ટ્રેડ ફેરનું આયોજન
ગાંધીનગર. પાટનગર ખાતે ચેરીટેબલ ગ્રુપ ઓફ ફોટોગ્રાફીક ટ્રેડ એન્ડ ઈડન્સ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ત્રણ દિવસનું ઇન્ડિયા ફોટો વિડીઓ ટ્રેડ ફેર નું આયોજન કરવામાં આવ્યું છે. હેલિપેડ ખાતે આયોજિત આ પ્રદર્શનીમાં રાજય તેમજ અન્ય રાજ્યોના ફોટોગ્રાફર્સ આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છેકે CGPTI દ્વારા કરવામાં આવી રહેલા આઆયોજન નો મુખ્ય હેતુ એ છે કે ફોટોગ્રાફર્સ ક્ષેત્રની વિવિધ નવી પ્રોડકટથી માહિતગાર થાય અને નવા જ્ઞાન સાથે નવી ટેકનોલોજીથી માહિતગાર થાય તે હેતુથી આ ફેર નું આયોજન થઈ રહ્યું છે.
જાેકે પ્રતિ વર્ષ થતા આ ફેર માં કોરોના નું ગ્રહણ લાગતાં શક્ય બન્યું નહતું પરંતુ ૨વર્ષ બાદ ફરી થી આ ટ્રેડફેર શરૂ થતાં રાજ્યના તમામ ફોટોગ્રાફર્સ મોટી સંખ્યામાં મુલાકાતે આવી રહ્યા છે. એટલું જ નહીં આજથી ૩ દિવસ ચાલનાર આ ફેર માં ૩૦ હજાર થી વધુ ફોટોગ્રાફર્સ મુલાકાત લેશે.
જયારે આજે આ ટ્રેડ ફેર નો પ્રારંભ ફુજી ફિલ્મ ના એમડી કોજી વાડા ના હસ્તે થયો હતો.જ્યારે નામાંકિત કંપનીઓ ના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.