લુણાવાડા ખાતે હજ કમિટી દ્વારા હાજીઓ માટે રસીકરણ કેમ્પનું આયોજન
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ગુજરાત રાજ્ય સરકાર હજ કમિટી દ્વારા મેડીકલ સ્ટાફ લુણાવાડાની ટીમ અને હજ કમિટી દ્વારા નિયુકત ટ્રેનર જનાબ હાજી અલ્તાફ કાજી સંતરામપુર અને
સબ્બીરભાઈ શેખ બાલાસિનોરની નિગરાની હેઠળ હજ કમિટીમાં સિલેક્ટ થયેલ મહીસાગર જીલ્લાના (૮૮) હાજીઓની રસીકરણ કેમ્પનુ આયોજન મધવાસ દરવાજા પાસે ઉસ્માનીયા? નગર હોલમાં રાખવામાં આવ્યો હતો. તેમા મહીસાગર જીલ્લાના ૨૦૨૩ માં હજજે બયતુલ્લાહ જનારા તમામ હાજીઓને સરકારશ્રીના નિયમોનુસાર મુકવામાં આવતી રસી મુકી
અને સાથે સાથે રસીકરણનુ સટીફીકેટ આપવામાં આવ્યુ હતું. આ કાયૅક્રમમા દારૂલ ઉલુમ લુણાવાડાના મૌલાના યુસુફ રશીદ,અસ્તાના મસ્જીદના પેશ ઈમામ મૌલાના હાશ્મી, સમસ્ત લુણાવાડા મુસ્લિમ સમાજના આલીમો, આગેવાનો ઉપસ્થિત રહી કાયૅક્રમને સફળ બનાવ્યો હતો.
આ સમ્રગ કેમ્પનુ આયોજન હજ કમિટીના ટ્રેનર જનાબ હાજઅલ્તાફ કાજી સંતરામપુર, સબ્બીરભાઈ શેખ સંતરામપુર અને લુણાવાડા ના મુસ્લિમ સમાજ ના યુવાનો ઝકરીયા પટેલ.અબ્દુલભાઈ શેખ, કૌશર ગુલાટી,સમીર માવલી સહીતના યુવાનોએ રસીકરણ માટે
હજ્જે બયતુલ્લાહ જનારા હાજીઓ માટે સરબત,નાસ્તો અને જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.કેમ્પમાં આવનાર હાજીઓ? માટે લુણાવાડાના આલીમો દ્વારા તેમના હજ સફર આસાન થાય તે માટે દુવાઓ કરવામાં આવી હતી.