હેકાથોન-૨૦૨૨’’ સ્પર્ધામાં ૧ર હજાર વિદ્યાર્થીઓ સહભાગી થશે

સ્પર્ધામાં અંદાજે ૧ર હજાર વિદ્યાર્થીઓ સહભાગી થશે
આગામી તા.રર-ર૩ સપ્ટેમ્બરે રિજીયોનલ રાઉન્ડ તથા તા.ર૭-ર૮ સપ્ટેમ્બરે ગ્રાન્ડ ફિનાલે યોજાશે
રાજ્ય સરકારના વિવિધ વિભાગો-કચેરીઓ-ઉદ્યોગો તરફથી મળેલા ૭૭પ થી વધુ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ કોમ્પાઇલેશનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન
શિક્ષણ વિભાગના અન્ય બે પ્રકાશનો-ન્યૂ એજ્યુકેશન પોલિસી ઇમ્પ્લીમેન્ટેશન કોમ્પોડીયમ અને Scope ના એન્યુઅલ એક્ટિવિટીઝ કેલેન્ડરનું મુખ્યમંત્રીશ્રીએ વિમોચન કર્યુ
શિક્ષણ મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અન્વયે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન-ર૦રર માટે મળેલા ૭૭પ થી વધુ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ના કોમ્પાઇલેશનનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું. તેમણે આ ઉપરાંત ન્યૂ એજ્યુકેશન પોલિસીના પ્રથમ બે વર્ષ દરમ્યાન રાજ્યમાં સફળ અમલીકરણના દસ્તાવેજ સમાન NEP કોમ્પોડીયમનું વિમોચન પણ કર્યુ હતું.
એટલું જ નહિ, Scope ની વાર્ષિક ગતિવિધિઓની વિસ્તૃત વિગતો ધરાવતા એન્યુઅલ કેલેન્ડર ઓફ એક્ટિવીટીઝને પણ
મુખ્યમંત્રીશ્રીએ લોંચ કર્યુ હતું. શિક્ષણ મંત્રી શ્રી જિતુભાઇ વાઘાણી ,સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ ભાઈ પરમાર, ટીચર્સ યુનિવર્સિટી ના શ્રી હર્ષદભાઈ પટેલ ,જી.ટી.યુના વાઈસ ચાન્સેલરશ્રી શેઠ,કે.સી.જી ના શ્રી એ.યુ.પટેલ તેમજ શિક્ષણના અગ્ર સચિવ શ્રી હૈદર અને વરિષ્ઠ અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
At 8 PM this evening, I will address, via video conferencing, the Grand Finale of Smart India Hackathon 2022. This is a programme I always look forward to, as it offers a glimpse of India's talented youngsters and showcases their remarkable problem solving abilities. #SIH2022
— Narendra Modi (@narendramodi) August 25, 2022
શિક્ષણ મંત્રીશ્રી જીતુ ભાઈ વાઘણીએ આ અંગેની વિગતો મુખ્યમંત્રીશ્રીને આપી હતી. SSIP 2.0 હેઠળ ગુજરાત રાજયમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત “રાજ્ય-સ્તરીય આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન ૨૦૨૨”નું આયોજન કરવામાં આવેલું છે .
તે અંતર્ગત સરકારી વિભાગો, કચેરીઓ અને ઉધોગો તરફથી ૭૭૫ થી વધુ પ્રોબ્લેમ્સ સ્ટેટમેન્ટ મળેલા છે . સરકારના વિવિધ વિભાગોના ૧૫૨, સરકારી કચેરીઓના ૪૮૯ અને ઉદ્યોગ ગૃહોના ૧૪૨ પ્રોબેલ્મ સ્ટેટમેન્ટનો આમાં સમાવેશ થાય છે.
આ સ્પર્ધામાં ગુજરાતની કોઈપણ કોલેજ/યુનિવર્સિટીમાં કોઈપણ સ્ટ્રીમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને શાળાઓના વિદ્યાર્થીઓ (૯ થી ૧૨ ધોરણ) મળી આશરે ૧૨૦૦૦ જેટલા વિધ્યાર્થીઓ ભાગ લેશે તેવો અંદાજ રાખવામા આવ્યો છે. આ સ્પર્ધા અન્વયે સમસ્યાઓના ઉકેલ શોધી તેના પ્રોટોટાઈપ કે મોડેલ તૈયાર કરવા માટે ૨ દિવસની રિજીઓનલ રાઉન્ડ અને ગ્રાન્ડ ફિનાલે રાજ્યની જુદી જુદી સંસ્થાઓ ખાતે માટે યોજવામાં આવશે જેમાં ટીમ દ્રારા પ્રેઝન્ટેશન, મેન્ટર દ્રારા મેંટરીંગ અને જયુરી દ્રારા મૂલ્યાંકન જેવી એક્ટિવિટી થશે.
ટીમ રજીસ્ટ્રેશન ઓગસ્ટ ૨૦૨૨ ના ચોથા અઠવાડિયામાં શરૂ થશે. આ સ્પર્ધાનો રિજીઓનલ રાઉન્ડ આગામી ૨૨-૨૩ સપ્ટેમ્બર ૨૦૨૨ અને ગ્રાન્ડ ફિનાલે ૨૭-૨૮ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ યોજાશે. વિજેતા ટીમને પ્રૂફ ઓફ કોન્સેપ્ટ /પ્રોટોટાઈપ બનાવવા રૂ ૨,૫૦,૦૦૦/- ની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી સહાય કરવામાં આવશે. વિજેતા ટીમને
મુખ્યમંત્રીશ્રી, શિક્ષણમંત્રીશ્રી તથા અન્ય મંત્રીશ્રીઓ દ્રારા ઈનામ પણ આપવામાં આવશે. વિજેતાઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ ઈનામ વિતરણ કરવામાં આવશે.
કેન્દ્રીય કેબીનેટે હાલની ભારતીય શિક્ષણ પ્રણાલીમાં અનેક ફેરફારો રજૂ કરવાના લક્ષ્ય સાથે ૨૯મી જુલાઈ ૨૦૨૦નાં રોજ ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)ને મંજુરી આપેલી છે તે અંતર્ગત ગુજરાતમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રમાં લેવામાં આવેલા વિવિધ પગલાઓ તેમજ તે અંગે કરવામાં આવેલી કામગીરીના અગત્યની બાબતોમાં ડિજીટલ લર્નિંગ ODL, મલ્ટીડીસીપ્લીનરી એજ્યુકેશન, સેન્ટર ઓફ એક્સેલન્સ, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ (IKS), Gujarat Accreditation and Ranking Institutional Mechanism and Arrangement (GARIMA) સેલ, એમ્બેડેડ ઇન્ટર્નશિપ,
વોકેશનલાઝેશન વગેરેનો સમાવેશ થાય છે .
મુખ્યમંત્રીશ્રીએ આ બધી જ ગતિવિધિઓની સવિસ્તાર માહિતી સાથેના NEP કોમ્પોડીયમનું પણ વિમોચન કર્યુ હતું . ગુજરાતના યુવાન યુવતીઓમાં અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ વધે અને તેના થકી રોજગારીની વધુ ઉજ્જ્વળ તકો પ્રાપ્ત થાય તેવા હેતુથી Society for Creation of Opportunities through Proficiency in English(SCOPE) સંસ્થાની સ્થાપના થઇ છે.
SCOPE દ્વારા મુખ્યત્વે કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિભાગ "Cambridge English Assessment દ્વારા અંગ્રેજી ભાષાના Reading, Listening and Speaking જેવા કૌશલ્ય પરીક્ષા દ્વારા ચકાસણી કરવામાં આવે છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા આ સંસ્થાની વાર્ષિક પ્રવૃત્તિઓનું કેલેન્ડર પણ લોંચ કરવામાં આવ્યું હતું. આ કેલેન્ડરમાં અંગ્રેજીના વિવિધ વિષયો પર અને અધ્યાપકોને ઉપયોગી થાય તેવા ઓનલાઇન વેબિનાર, ઇ-ક્વિઝ, વર્કશોપ, વિવિધ સ્પર્ધાઓ વકૃત્વ- કાવ્યગાન, પત્રલેખન, વાર્તાલેખન, ચિત્રલેખન વગેરે આયોજનની વિગત આપવામાં આવેલી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલિસી હેઠળ છેલ્લા પાંચ વર્ષથી હેકાથોનનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઉદ્યોગો અને સરકારી વિભાગો દ્વારા આપેલ સમસ્યાઓનું ટેકનોલોજી દ્વારા સમાધાન કરવામાં આવે છે. છેલ્લી ૩ હેકાથોનમા ૩૩,૦૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ એ ભાગ લઈ ને ૬૬૨ સમસ્યાઓ પર સતત ૩૬ કલાક કામ કરી ને સમસ્યાનું સમાધાન આપેલું હતું. આ ૩ હેકાથોન સ્પર્ધા માં ૬૯ ટીમ ને કુલ રૂ.૨૫.૨૫ લાખ નું ઈનામ પણ આપવામાં આવ્યું હતું.