અનુપમામાં સૌથી વધારે થપ્પડ ખાવા માટે ઓસ્કાર મળવો જોઈએ: આશિષ
મુંબઈ, પોપ્યુલર સીરિયલ અનુપમામાં તોષુ’નું પાત્ર ભજવી રહેલા આશિષ મેહરોત્રાની ગણતરી ટીવી ઈન્ડસ્ટ્રીના અદ્દભુત કલાકારોમાં થાય છે. પરંતુ, હાલમાં તેણે સોશિયલ મીડિયા પર ત્યારે નફરતનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેને પત્ની કિંજલને ચીટ કરતો દેખાડવામાં આવ્યો હતો.
પ્રેગ્નેન્સી દરમિયાન કિંજલને તોષુના સાથની સૌથી વધારે જરૂર હતી તે જ વખતે તે કોઈની સાથે આડાસંબંધ બાંધી બેઠો હતો. જાે કે, આ વિશે જ્યારે અનુપમાને જાણ થઈ ત્યારે તેણે દીકરાનો ચહેરો બધાની સામે લાવ્યો હતો અને કિંજલને સપોર્ટ આપ્યો હતો.
પોતાની કરતૂત બદલ વનરાજે પણ તેને લાફો માર્યો હતો અને ધક્કો મારીને ઘર બહાર કાઢ્યો હતો. તોષુના પાત્રને થોડું નેગેટિવ દેખાડવામાં આવ્યું છે અને પોતાની અમુક હરકતો તેમજ શબ્દોના લીધે તે શોમાં ઘણીવાર માર ખાઈ ચૂક્યો છે.
હાલમાં એક ઈન્ટરવ્યૂમાં એક્ટરે આ માટે તેને ઓસ્કાર એવોર્ડ મળવો જાેઈએ તેમ કહ્યું હતું. આશિષ મેહરોત્રાએ તેના પાત્ર અને લેટેસ્ટ ટ્રેક વિશે દિલ ખોલીને વાત કરી હતી.
એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલ ટેલીચક્કર સાથે વાતચીત કરતાં એક્ટરે જણાવ્યું હતું કે, તે શરૂઆતમાં ટ્રેક વિશે થોડો શંકાસ્પદ હતો કારણ કે લોકોને પિતાની લાગણીઓ વિશે સમજાવી શકશે કે કેમ તે અંગે અવઢવમાં હતો. તેણે માત્ર પ્રોડ્યૂસર રાજન શાહી અને ક્રિએટિવ ડિરેક્ટર કેતકી વાલવલ્કરની વાતનું આંધળું અનુસરણ કર્યું હતું.
સાથે તેણે તેમ પણ કહ્યું હતું કે, શોમાં સૌથી વધારે થપ્પડ ખાવા બદલ તેને ઓસ્કાર એવોર્ડ મળવો જાેઈએ. રિયલ લાઈફમાં કોઈ તેની સાથે ચીટિંગ કરે તો તેને સ્વીકારશે નહીં અને તે પણ તેના પાર્ટનર સાથે ચીટિંગ કરવાનું પસંદ કરશે નહીં, તેમ તેણે ઉમેર્યું હતું. થોડા દિવસ પહેલા ઝૂમને આપેલા ઈન્ટરવ્યૂમાં આશિષ મેહરોત્રાએ કહ્યું હતું કે, ‘આ ટ્રેક શરૂ થવાનો હતો તે સવારે જ મને આ વિશે ખબર પડી હતી.
જ્યારે ફોન કટ થાય છે અને તોષુ કિંજલને છોડીને જતો રહે છે એ સીનનું શૂટિંગ થવાનું હતું. મારા માટે એવી સ્થિતિ હતી કે મેં આ સીન માટે તો શો સાઈન નહોતો કર્યો. હું ખૂબ ડરેલો હતો. હું ઊંઘી પણ નહોતો શકતો. એ ચાર રાત ખૂબ થકવી નાખનારી હતી’.
આ ટ્રેકના શૂટિંગ પહેલા એક્ટર સેટ પર રડી પડ્યો હતો અને ત્યારે રૂપાલી ગાંગુલીએ તેને હિંમત આપી હોવાનું પણ તેણે જણાવ્યું હતું. અનુપમાના હાલના સ્ટોરી પ્લોટની વાત કરીએ તો, શાહ અને કપાડિયા પરિવારની તમામ મહિલાઓ રાખી દવેનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે રિસોર્ટ ગઈ છે. જ્યારે તમામ પુરુષો ઘરે છે. તકનો લાભ ઉઠાવી પાખી અને અધિક પણ જે જ રિસોર્ટમાં જઈ પહોચે છે. આગામી સમયમાં અનુપમા બંનેને રંગેહાથ પકડતી જાેવા મળશે.SS1MS