OTT પ્લેટફોર્મથી નવા કલાકારોને તક મળી : પ્રિયંકા

મુંબઈ: બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની અભિનય કુશળતા ફેલાવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરા જાેનાસ પણ પોતાના શબ્દોને ખૂબ નમ્ર રાખવા માટે જાણીતી છે. પ્રિયંકાની ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી પોતાનો ડિજિટલ પ્રવેશ કરનારી દેશી ગર્લનું માનવું છે કે, ઓટીટીએ મનોરંજન ઉદ્યોગમાં મોટો ફેરફાર લાવ્યો છે. પ્રિયંકા ચોપડા માને છે
ઓનલાઇન સ્ટ્રીમિંગના કારણે પ્રેક્ષકો માટે મનોરંજનની દુનિયાનો વિકાસ થયો છે. જુદી જુદી શૈલીની મૂવીઝ-સિરીઝ જાેવા મળી રહી છે. ઓટીટીને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકશાહી પણ આવી છે. નવી અભિનેતા-અભિનેત્રીને કામ કરવાની તક મળી રહી છે. વળી, ઘણા સારા અભિનેતાઓ કે જેઓ હાંસિયામાં મૂકાયા હતા તેમને પણ તક મળી રહી છે. વિવિધ પ્રકારના પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. નવી વિચારસરણીના નવા લોકોએ તેમના મનમાં કાર્ય કરવાનું શરૂ કર્યું છે. અમેરિકામાં ઝી ૫ના ઓનલાઇન કાર્યક્રમ વિશે વાત કરતા પ્રિયંકા ચોપરાએ કહ્યું કે,
‘ઓનલાઇન પ્લેટફોર્મની સ્વતંત્રતા લોકોને આગળ વિચારવાની તક આપે છે. ફિલ્મમાં નિર્ધારિત માપદંડ જેવા પાંચ ગીતો હોવા જાેઈએ અને ત્યાં લડતા દ્રશ્યો હોવા જાેઈએ, આ હવે જાેવા મળતું નથી. લોકો તેમની સાથે સંબંધિત વાર્તાઓ જાેવા માંગે છે.
પ્રિયંકાએ વધુમાં કહ્યું કે ‘આનાથી નવા લેખકો, કલાકારો તેમ જ ફિલ્મ નિર્માતાઓને તકો મળે છે, જેના પર ઘણા લાંબા સમયથી થોડા ખાસ લોકોનું વર્ચસ્વ છે. ભારતીય સિનેમાના વિકાસ માટે આ શ્રેષ્ઠ તક છે. ઘરે બેઠાં મૂવી જાેવાનું થિયેટર સાથે તુલના કરી શકાય નહીં. ઓટીટીને કારણે, તમે તમારા ઘરે બેઠા વિશ્વભરની કોઈપણ ફિલ્મ જાેઈ શકો છો.