અમારું બુલડોઝર ચાલશે તો રોકાશે નહીંઃ સુપ્રીમ કોર્ટ
રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં પરાળી સળગાવવાનું બંધ કરોઃ સુપ્રીમ
નવી દિલ્હી, દિલ્હી-એનસીઆરમાં દિવસેને દિવસે હવા વધુ ઝેરીલી બનતી જાય છે જેને લઈ આજે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, પ્રદૂષણ રોકવા માટે રાજ્ય સરકારો કડક પગલાં ભરે, નહીં તો અમે બુલડોઝર શરૂ કર્યું તો પછી અમે અટકીશું નહીં. આ સિવાય સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઓડ-ઈવનનો નિયમ અવૈજ્ઞાનિક છે. સ્મોક ટાવર કેમ બંધ? પરાળીથી ખાતરનું શું થયું? પંજાબમાં કેમ સળગી રહી છે પરાળી? પંજાબમાં ધાનની ખેતીનો વિકલ્પ શોધવામાં આવે. લોકોને મરતા ન જાેઈ શકીએ.
દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણની સમસ્યા પર મંગળવારે (૭ નવેમ્બર) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જસ્ટિસ કૌલે પરાળી સળગાવવા પર રાજ્ય સરકારોને કડક આદેશ આપ્યા હતા. ખંડપીઠે કહ્યું હતું કે અહીં પરાળી સળગાવવાનું તાત્કાલિક બંધ કરવું જાેઈએ. હવે ધીરજ ખૂટી છે. જાે અમે પગલાં લઈશું તો અમારું બુલડોઝર અટકશે નહીં.
સર્વોચ્ચ અદાલતે દિલ્હી સરકારને એ સુનિશ્ચિત કરવા પણ આદેશ આપ્યો છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના ઘન કચરાને ખુલ્લામાં બાળે નહીં, કારણ કે દિલ્હીને દર વર્ષે પ્રદૂષણ સાથે સંઘર્ષ કરવા માટે છોડી શકાય નહીં.
જસ્ટિસ કૌલે કેન્દ્ર સરકારને ખેડૂતોને સબસિડી આપવા અને તેમને અન્ય પાક ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું, જેથી શિયાળા પહેલાં પરાળી બાળવાનું બંધ કરી શકાય. કેસની આગામી સુનાવણી ૧૦ નવેમ્બરે થશે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણના વધતા જતા ખતરનાક સ્તરને ઘટાડવા માટે આ ર્નિણય મહત્ત્વપૂર્ણ છે. છેલ્લા ૮ દિવસથી અહીંની હવા ખૂબ જ ખરાબ છે. સોમવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૭૦ હતો.
૩૧ ઓક્ટોબરે કોર્ટે દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનને એક સપ્તાહની અંદર એફિડેવિટ દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો કે તેમણે હવાની ગુણવત્તા સુધારવા માટે શું પગલાં લીધાં છે, સાથે જ કહ્યું હતું કે આ કેસમાં શું થઈ રહ્યું છે એના પર કોર્ટ નજર રાખશે.
કોર્ટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ દિલ્હી એનસીઆર રીજનનો અહેવાલ જાેયા પછી ચાર્ટના રૂપમાં વધુ વિગતવાર અહેવાલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઉપરાંત, દિલ્હી એનસીઆર ક્ષેત્રના એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનને પ્રદૂષણની સમસ્યાનો સમયગાળો અને છઊૈં સાથે ખેતરોમાં પરાળી સળગાવવાની જમીનની સ્થિતિ દર્શાવતી તમામ બાબતોને ચાર્ટના રૂપમાં રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું હતું કે આ સંપૂર્ણ રીતે નીતિવિષયક છે. તેમણે કહ્યું, ‘શું તમને લાગે છે કે દેશભરના તમામ જિલ્લાઓમાં સમિતિઓ બને તો પ્રદૂષણ ખતમ થઈ જશે. બાદમાં અરજદારના વકીલે પીઆઇએલ પાછી ખેંચી લીધી હતી.