ગાંધીનગરમાં 1.75 લાખ મિલ્કતો પૈકી 30 હજાર મિલ્કતો મહિલાના નામે

મહિલા મિલ્કતધારકોને પ્રોપર્ટી ટેક્સમાં વધારાની પ ટકા રાહત આપવામાં આવશેઃ ગત મહિને રૂ.૧ કરોડનો પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ થયો
ગાંધીનગર, કોર્પોરેશન દ્વારા આગામી નાણાકીય વર્ષ ર૦ર૪-રપમાં મહિલા મિલકતધારકોને ટેકસમાં રાહત અપાશે શહેરના મહિલા મિલકત ધારકોને પ્રોપર્ટી ટેકસમાં વધારાની પ ટકા રાહત આપવાનો નિર્ણય કરાયો છે જે અન્વયે એડવાન્સ ટેકસ ચુકવનાર મહિલા મિલકતધારકોને રેગ્યુલર ૧૦ ટકા વળતર તેમજ પ ટકા પ્રોત્સાહક રાહત આપવાનો નિર્ણય કરાયો છે.
ગાંધીનગર વિસ્તારમાં ૧.૭પ લાખ મિલકતો પૈકી ૩૦ હજાર મિલકતો મહિલાના નામે નોંધણી થયેલી છે. જયારે આ મહિલાઓને પ્રોપર્ટી ટેકસમાં રાહત આપવામાં આવશે પ્રોપર્ટી ટેકસમાં નાગરિકોને રાહત આપવા અને સમયસર મિલકત વેરાની ચુકવણીને અનુલક્ષી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટમાં એડવાન્સ વેરા ભરપાઈ કરવા પર એપ્રિલ અને મે એમ બે માસ સુધી ૧૦ ટકા વળતર ચુકવવામાં આવે છે જેમાં હવે જુન સુધી મુદત વધારવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
જેના લીધે મહિલા મિલકતધારકો જૂન સુધીમાં એડવાન્સ વેરાની ચુકવણી કરવામાં આવે તેવા કિસ્સામાં મિલકત વેરામાં ૧પ ટકા સુધીની રાહત મળવાની પણ તક છે કોર્પોરેશન દ્વારા અગાઉ વર્ષ ર૦૧૭ થી ૧૯ દરમિયાન મહિલા મિલકતધારકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રોપર્ટી ટેકસમાં પ ટકા રાહત અપાતી હતી. જયારે કોવિડ દરમિયાન રાહત બંધ કરવામાં આવી હતી. જયારે નવા નાણાકીય વર્ષથી ફરી આ રાહતનો લાભ આપવામાં આવે છે.
ચાલુ વર્ષે એડવાન્સ્ ટેકસમાં વળતર પેટે ર.૪૬ કરોડની રાહત આપવામાં આવી હતી. જે આગામી વર્ષે વધીને ૩.રપ કરોડ થવાની સંભાવના છે કોર્પોરેશને એક મહિનામાં ટેકસ અન્વયે૧ કરોડની વસુલાત કરી છે નાણાકીય વર્ષનો છેલ્લો મહિનાને ધ્યાને લઈ વસુલાત મામલે ગતિથી કામ કરવામાં આવી રહ્યું છે. ગત મહિનામાં જ મહિનામાં એક કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેકસ ભરપાઈ થયો હતો. જયારે માર્ચની શરૂઆતમાં જ ૩૦ લાખની વેરા વસુલાત થઈ છે.