૨.૬ લાખ વિદ્યાર્થીમાંથી ૩૫ ટકા બોર્ડની પરીક્ષામાં ગુજરાતીમાં નાપાસ થયા
ગુજરાતી વિદ્યાર્થીઓને ગુજરાતી વિષયમાં જ પાસ થવાના ફાંફા
અમદાવાદ, ગુજરાતમાં જ ગુજરાતી વિદ્યાર્થીને માતૃભાષામાં પાસ થવાના ફાંફા પડી રહ્યા છે. છેલ્લાં બે વર્ષમાં ગુજરાતી ભાષામાં નાપાસ થનારા વિદ્યાર્થીની સંખ્યા વધી છે. હાલમાં આવેલાં ધોરણ ૧૦નાં પરિણામમાં ૯૬,૨૮૭ વિદ્યાર્થી ગુજરાતી પ્રથમ ભાષામાં નાપાસ થયા છે.
જ્યારે ઈંગ્લિશ ભાષામાં નાપાસ થનારા વિદ્યાર્થીની સંખ્યા ૯૫,૯૪૪ છે. ૨૦૨૨માં ૧૭.૮૫ ટકા વિદ્યાર્થી ગુજરાતીમાં નાપાસ થા હતા. જ્યારે ઈંગ્લિશ ભાષામાં નાપાસ થનારા વિદ્યાર્થીની સંખ્યા ૯૫,૯૪૪ છે. ૨૦૨૨માં ૧૭.૮૫ ટકા વિદ્યાર્થી ગુજરાતીમાં નાપાસ થયા હતા. જ્યારે ઈંગ્લિશ ભાષામાં ૧૦.૭૮ ટકા વિદ્યાર્થી નાપાસ થયા હતા.
એક જમાનો હતો જ્યારે માતૃભાષામાં વધુ વિદ્યાર્થી પાસ થતા હતા અને ઈંગ્લિશમાં વધુ વિદ્યાર્થી નાપાસ થતા હતા પણ હવે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. મોટાભાગનાં દંપતી પોતાનાં બાળકને ઈંગ્લિશમાં ભણાવવાનો આગ્રહ રાખે છે.
એક તરફ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાનિક અથવા માતૃભાષામાં સૂચના આપવા માટે કેન્દ્ર સરકાર પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે ગુજરાતમાં અલગ જ ટ્રેન્ડ જાેવા મળી રહ્યો છે. સામાન્ય રીતે માતૃભાષામાં બાળકને કાંઈ પણ શીખવવાથી તેની કલ્પનાશક્તિ અને તર્કશક્તિ ખીલે છે
પરંતુ છેલ્લા બે વર્ષથી આ માન્યતા ખોટી પડી રહી છે. છેલ્લાં બે વર્ષથી ઈંગ્લિશ કરતાં ગુજરાતી ભાષામાં નાપાસ થતાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીની સંખ્યા વધારે છે. બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા ૨.૬ લાખ વિદ્યાર્થીમાંથી ૩૫ ટકા ગુજરાતીમાં નાપાસ થયા છે.
ગુજરાતમાં ભાષાકીય પરિસ્થિતિ હવે બદલાઈ રહી છે. પહેલાં એવું બનતું હતું કે મોટાભાગના વિદ્યાર્થી ગુજરાતીમાં સફળતાથી પાસ થઈ જતા હતા. ભૂતકાળમાં ઈંગ્લિશમાં ગુજરાતી કરતાં ૧૦-૧૫ ટકા વિદ્યાર્થીઓ વધુ નાપાસ થતા હતા. હાલની પરિસ્થિતિ જુદી છે.
શિક્ષણવિદ અને માતૃભાષામાં ભણીને ઉચ્ચ કક્ષાની કારકીર્દિ બનાવી ચૂકેલા વિદ્યાર્થીનું માનવું છે કે વિદ્યાર્થીઓ અને વાલી દ્વારા ગણિત, વિજ્ઞાન અને ઈંગ્લિશ વિષયને અપાતું વધુ મહત્ત્વ આ સમસ્યા માટે જવાબદાર હોઈ શકે છે. આજના ટ્રેન્ડ મુજબ વિદ્યાર્થી માતૃભાષાને ખાસ મહત્ત્વ આપતા નથી મોટાભાગે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો પર તે ધ્યાન આપે છે
તેમનાં મનમાં ભરાયેલી ખોટી ગ્રંથિને લીધે તેઓ ઈંગ્લિશની તૈયારીમાં વધુ સમય ફાળવે છે. બાળક પણ પોતાની માતૃભાષામાં નાપાસ થઈ જ ના શકે તેવી ગેરમાન્યતાને લીધે ગુજરાતી ભાષા ભણવા પાછળ સમય પણ ઓછો ફાળવે છે.