ગ્રામ્ય પોસ્ટ ઓફીસોની કથળતી કામગીરીથી બેરોજગાર યુવાનોમાં રોષ
બાયડ, સાબરકાંઠા જીલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પોસ્ટ વિતરણની કથળતી કામગીરીથી બેરોજગારોમાં રોષ જાેવા મળી રહયો છે.
પોસ્ટ ઓફીસમાં ટપાલ આવી હોય છતાં એક સપ્તાહથી ૧પ દિવસ સુધી ટપાલનું વિતરણ થતું નથી. જેની કેટલાય બેરોજગારોને નોકરીથી પણ હાથ ધોઈનાખવા પડે તેવી સ્થિતી પ્રવર્તી રહી છે. ખેડબ્રહ્માના ઝાંઝવા પાંણાઈમાં પોસ્ટ મારફતે મોકલવામાં આવેલી ટપાલ ૧પ દિવસ સુધી પણ નિયત સ્થળે પહોચી નથી
અને ટપાલીએ પોતાનો ઘરે જ મુકી રાખ્યાનો અરજદારે ગંભીર આરોપ લગાવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી કુરીયર સેવા મળતી ન હોવાથી અંતરીયાળ વિસ્તારોની પ્રજા માટે ટપાલ સેવા પત્ર વ્યવહારનું મહત્વનું સાધન બની રહી છે. પોસ્ટ વિભાગ દ્વારા ઉડાણના ગામોમાં નિયમીત ટપાલોનું વિતરણ થાય તે માટે ટપાલ પેટીઓ મુકવામાં આવી છે.
પરંતુ ખેડબ્રહ્મા તાલુકાના ઝાંઝવાપાંણાઈ ગામે તો મુકવામાં આવેલી ટપાલ પેટી ઘણા સમયથી ગાયબ થઈ ગઈ છે. ટપાલપેટીના અભાવ વચ્ચે આ વિસ્તારમાં મહત્વની ટપાલોનું વિતરણ પણ થતું ન હોવાની બુમ ઉઠી છે. જયારે સ્થાનીક ટપાલીનો પણ કોઈ અત્તોપત્તો મળતો નથી.
સ્થાનીક નાગરીકો દ્વારા જે જગ્યાએ ટપાલપેટી ગોઠવવામાં આવી હતી. ત્યાં જઈ પુછપરછ કરવામાં આવે છે. પરંતુ ટપાલપેટી કયા ગઈ તે બતાવી શકતું ન હોવાથી પ્રજા હાલાકીમાં મુકાઈ છે. પોસ્ટ વિભાગ સેવાઓ સુધારવાના ભાગરૂપે સેવાની અધતન બનાવવાનો પ્રયયાસ કરી રહયું છે.
ત્યાં આજના આધુનીક યુગમાં પણ અંતરીયાળ આદીવાસી વિસ્તારોમાં ટપાલોનું સમયસર વિતરણ તો દુર રહયું પરંતુ આખેઆખી ટપાલપેટીઓ જ ગાયબ થઈ ગઈ હોય તેવી વિગતો સામે આવી છે.
ગામના જાગૃત નાગરીક સુનીલ તરાલે પોતે મોકલેલી ટપાલ ૧પ દિવસ થયા પછીી પણ નિયત સ્થળે પહોચી નથી અને ટપાલીઓ તેના ઘરે મુકી રાખ્યાનો આરોપ લગાવ્યા છે જે અઅને જે ઘરમાં બેસતા હતા ત્યાંથી પણ સામગ્રીનો સંકેલો કર્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે.