આઉટસોર્સિંગના કર્મચારીઓનું શોષણ થતું હોવાના આક્ષેપ

ભરૂચ જીલ્લાના કમર્ચારીઓનું આવેદન
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લાની સરકારી મામલતદાર કચેરીઓમાં આઉટસોર્સિંગના કર્મચારીઓનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે સમાન કામ સમાન વેતન ચુકવણી કરવાની માંગણી સાથે ૫૦ થી વધુ આઉટસોર્સિંગના કર્મચારીઓએ ભરૂચ કલેકટર કચેરીએ દોડી આવી એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતુ.
સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગના તમામ સરકારી વિભાગમાં કર્મચારીઓનું શોષણ થતું હોવાના આક્ષેપો થયા છે સમાન કામ સમાન વેતન એટલે કે દરેક આઉટસોર્સિંગ કર્મચારીને રૂપિયા ૧૫,૦૦૦ સુધીનું ચૂકવણું થતું હોય છે
પરંતુ આઉટસોર્સિંગના કર્મચારીઓને જાહેર રજા તથા અન્ય રજાઓ માં કપાત કરી માત્ર રૂપિયા ૮,૦૦૦ કે ૯,૦૦૦ પગાર ચૂકવવામાં આવતો હોવાના આક્ષેપ સાથે આઉટસિંગના કર્મચારીઓએ ઉઘરા આંદોલનની ચીમકી સાથે ભરૂચ કલેકટરને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને આઉટસોર્સિંગના કર્મચારીઓનું શોષણ બંધ કરોના નારા સાથે કલેકટર કચેરી ગજવી મૂકી હતી.