લિબિયામાં પૂરથી 2000થી વધુનાં મોત: હજુ સુધી કોઈ દેશ મદદે પહોંચ્યું નથી
લિબિયાના ડેરના શહેરમાં પૂરને કારણે લગભગ ૨,૦૦૦ થી વધુ લોકોના મોત થયા છે અને ૫,૦૦૦ થી ૬,૦૦૦ લોકો લાપતા થયા છે.
(એજન્સી)ડેરના, દેશ-દુનિયામાં અનેક જગ્યાએ કુદરતનો કહેર જાેવા મળી રહ્યો છે. તાજેતરમાં મોરક્કોમાં વિનાશક ભૂકંપે માનવજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. આ વિનાશકારી ભૂકંપમાં અત્યાર સુધીમાં ૨૮૦૦ લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત આફ્રિકન દેશ લિબિયામાં એક કુદરતી આફતે પોક મૂકી છે.
લિબિયામાં આવેલ વિનાશક તોફાન અને પૂરના કારણે ભારે તબાહી મચી છે. દેશના પૂર્વી દરિયાકાંઠાના શહેરોમાં પૂરને કારણે બે હજારથી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો લાપતા છે. પૂર્વી લિબિયન સૈન્યના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ડેરના શહેરમાં પૂરને કારણે લગભગ ૨,૦૦૦ થી વધુ લોકોના મોત થયા છે અને ૫,૦૦૦ થી ૬,૦૦૦ લોકો લાપતા થયા છે.
🇱🇾 | CATÁSTROFE EN LIBIA: pic.twitter.com/T5CJ4IYWet
— Alerta News 24 (@AlertaNews24) September 12, 2023
પૂર્વી લિબિયાના વડાપ્રધાન ઓસામા હમાદે આ ઘટના અંગે જણાવ્યું કે, ડેરના શહેરમાં ભારે પૂરને કારણે વિનાશક સ્થિતિનું સર્જન થયું છે. અહીં અત્યાર સુધીમાં ૨,૦૦૦ લોકોના મોતની આશંકા છે, અને ૫ થી ૬ હજારલોકો લાપતા થયાની સંભાવના છે.
ભૂમધ્ય વાવાઝોડું ડેનિયલના કારણે તટવર્તી શહેર ડેરનાને ડિઝાસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યું છે. પૂર્વી લિબિયનના વડાપ્રધાને ગઈકાલે સર્જાયેલ દુર્ઘટના અનુસંધાને ત્રણ દિવસના શોકની જાહેરાત કરી હતી અને દેશભરમાં રાષ્ટ્રધ્વજાેને અડધી કાઠીએ કરી દેવાના આદેશ આપવામાં આવ્યો છે.