500થી વધુ મહિલા એથ્લીટ્સે અમદાવાદમાં SFA ચેમ્પિયનશિપ્સના બીજા દિવસે ‘શી ઈઝ ગોલ્ડ’ પહેલની ઊજવણી કરી
- એસએફએ ચેમ્પિયનશિપ્સના બીજા દિવસે એથ્લેટિક્સ, કબડ્ડી, ખો-ખો અને ટેનિસની દિલધડક મેચો યોજાઈ
અમદાવાદ, અમદાવાદમાં એસએફએ ચેમ્પિયનશિપના બીજા દિવસે ‘શી ઈઝ ગોલ્ડ’ પહેલ સાથે સૌનું ધ્યાન પ્રશંસનીય યુવા મહિલા એથ્લીટ્સ પર રહ્યું હતું. આ દિવસ મહિલા એથ્લીટ્સના સશક્તિકરણ અને પ્રોત્સાહન માટે સમર્પિત રહ્યો હતો જેમાં પ્રતિષ્ઠિત આઈઆઈટી ગાંધીનગર ખાતે 500થી વધુ મહિલા એથ્લીટ્સે એથ્લેટિક્સ, કબડ્ડી, ખો-ખો અને ટેબલ ટેનિસ સહિતની વિવિધ સ્પોર્ટ્સમાં ભાગ લીધો હતો. Over 500 female athletes celebrated ‘She is Gold’ on Day 2 of SFA Championships in Ahmedabad.
યુવા ઉત્સાહીઓથી એથ્લેટિક ટ્રેક શોભતો હતો જેમાં અંડર-8થી અંડર-18ના છોકરા તથા છોકરીઓએ દિલધડક ફાઇનલ્સમાં તેમની કુશળતા બતાવી હતી. એથ્લેટ્સે શોટ પુટ, લોંગ જમ્પ અને ડિસ્ક થ્રોમાં પણ તેમની તાકાત અને એથ્લેટિક્સ કુશળતાનું પ્રદર્શન કર્યું હતું અને તેમના પ્રભાવશાળી પ્રદર્શન અને ઉત્કૃષ્ટતા હાંસલ કરવાના નિર્ધાર સાથે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
ખો-ખોની રમતમાં અંડર-14ની છોકરીઓ તથા છોકરાઓની ફાઇનલ્સ યોજાઈ હતી જેમાં તેમની ચપળતા તથા વ્યૂહાત્મક બુદ્ધિ જોવા મળી હતી જેણે મેદાન પર રોમાંચક માહોલ ઊભો કર્યો હતો. દરમિયાન, કબડ્ડીના મેદાન પર અંડર-14 અને અંડર-17 કેટેગરીમાં રસાકસીભરી ફાઇનલ્સ જોવા મળી હતી જેમાં ટીમોએ કબડ્ડીમાં પ્રભુત્વ જમાવવા માટે આરપારની જંગ અને વ્યૂહાત્મક દાવપેચ લગાવીને મેચને યાદગાર બનાવી હતી.
રોમાંચકતામાં વધારો કરતા ટેનિસ કોર્ટ પર અંડર-10 અને અંડર-18 છોકરા તથા છોકરીઓએ દરેક સ્ટ્રોક તથા સર્વ સાથે તેમની કુશળતા બતાવી હતી. મેચમાં ખેલાડીઓએ કોર્ટ પર વિજય મેળવવા માટે જોરદાર સ્પર્ધા કરતા દિલધડક રેલી અને મજબૂત ગેમપ્લેની ક્ષણો જોવા મળી હતી.
તીવ્ર સ્પર્ધા વચ્ચે શીલજની આનંદ નિકેતન સ્કૂલે 3 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ્સ હાંસલ કરીને બેસ્ટ સ્કૂલ ફોર સ્પીડક્યુબિંગનું પ્રતિષ્ઠિત ટાઇટલ મેળવ્યું હતું. આ સિદ્ધિએ સ્કૂલોમાં સ્પર્ધાત્મક જુસ્સો દર્શાવ્યો હતો જેમાં તેમણે વિવિધ રમતોમાં પ્રભુત્વ મેળવવા માટે સ્પર્ધા કરી હતી તથા અમદાવાદના વાઇબ્રન્ટ અને ડાયનેમિક સ્પોર્ટ્સ કલ્ચરમાં પ્રદાન આપ્યું હતું.
Results of Day 2
Sport | Event Category | Winner name – Athlete & School | 1st Runners up | 2nd Runner up | Scoreboard of the 1st Place winners or matches |
Athletics | U-18 1500m Boys | Mihir Yadav, Kendriya Vidyalaya Ahmedabad | Daksh Shivlani, Global Indian International School, Godrej Garden City | ||
U-16 400m Girls | Aastha Meva, Kdarfs | Purviben Parmar, Kokilaben Dhirubhai Ambani Reliance Foundation School | Minakshi Kumari, Kendriya Vidyalaya Ahmedabad | ||
U-8 100m Boys | Hridyanshu Landge, Gurukulam Schoolvatva | Rivaan Modi, Satellite School For Children | Kayaan Nagar, Eklavya School | ||
U-8 Long Jump Boys | Kayaan Nagar, Eklavya School | Vyom Kumar, Apollo International School, South Bopal | Tanish Bhaskar, New Life International School, Gandhinagar | ||
U-10 Long Jump Boys | Parv Thacker, Shanti Asiatic School, Bopal | ||||
U-8 50m Boys | Vyom Kumar, Apollo International School, South Bopal | Dharmin Prajapati, Divine Gurukulam The Traditional School, Hathijan | Rivaan Modi, Satellite School For Children | ||
U-12 Shot Put (3Kg) Boys | Daksh Zankat, Udgam School For Children, Thaltej | Aryan Patel, Anand Niketan Sughad | Dhairya Jain, Crystal International Public School | ||
U-8 50m Girls | Asha Uderani, Divine Gurukulam The Traditional School Hathijan | Pranvi Maloo, Anand Niketan Shilaj | Aahna Chawda, Divine Gurukulam The Traditional School Hathijan | ||
U-10 Shot Put (2Kg) Girls | Meher Chakravarty, Anand Niketan Shilaj | Heer Solanki, Vedant International School Isanpur | |||
U-10 Shot Put (2Kg) Boys | Aadyajay Ghanghar, Podar International School | ||||
U-12 300m Girls | Mayuri Bhagora, Bavaliya Torda Primary School | Prisha Patel, Mt. Litera Zee School Ahmedabad | Pahal Parmar, PM Shri Kendriya Vidyalaya, Gandhinagar Cant | ||
Kho -Kho | U-14 Boys | Shanti Asiatic School | Rangoli International School, Gandhinagar | 16-2 | |
U-14 Boys | Basan Primary School-F | Saraswati Vidya Sankul | 10-3 | ||
U-14 Girls | Aes-Ag Primary School, Navrangpura | – | Walkover | ||
Kabaddi | U-14 Boys | Rachana School | Kendriya vidyalaya, Ahmedabad | 55-11 | |
U-14 Boys | Aes- Ag Primary School, Navrangpura | Nalanda Vidyalaya, Ghatlodia | 59-11 | ||
U-14 Girls | Rachana School | Puna International School, Zundal | 44-32 | ||
Tennis | U-10 Boys | Dhruvil Kumar, Shree Swaminarayan Shishu Vidya Mandir | Bhavy, Rachana School | 0-4 | |
U-10 Boys | Aniruddh, Delhi Public School Kalali, Vadodara, Gujarat | Bhavy, Rachana School | 6-1 | ||
U-10 Boys | Aaryan Kunal Nayak, Kendriya Vidyalaya, ONGC, Chandkheda | Shashwat, Global Indian International School, Godrej Garden City | 6-3 | ||
U-12 Boys | Kahan, Delhi Public School, Gandhinagar | Aarav, Shanti Asiatic School, Bopal | 6-0 | ||
U-12 Boys | Swar, Anand Niketan, Shilaj | Ansh, Bright School, Valad | 3-6 | ||
U-12 Boys | Riaan, Asian global school, Ahmedabad | Krishiv, Anand Niketan, Shilaj | 7-4 | ||
U-12 Boys | Dev, Apollo International School, South Bopal | Yohaan, The Riverside School | 1-6 | ||
U-12 Boys | Kahan, Delhi Public School, Gandhinagar | Ansh, Bright School, Valad | 1-9 | ||
U-12 Boys | Yohaan, The Riverside School | Riaan, Anand Niketan, Shilaj | 1-9 |
એસએફએ ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે સ્કેટિંગ, બેડમિન્ટન અને ફૂટબોલ મેચો યોજાશે. રિયલ-ટાઇમ અપડેટ્સ, હાઇલાઇટ્સ અને મેદાન બહારની ક્ષણોના એક્સક્લુઝિવ દ્રશ્યો અમારી સોશિયલ મીડિયા ચેનલ્સ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા ટ્વિટર પર ઉપલબ્ધ છે.
એસએફએ ચેમ્પિયનશિપ્સ દેશભરના સ્કૂલ એથ્લીટ્સ માટે સ્પોર્ટ્સને સુલભ બનાવવા માટે તૈયાર છે જેનાથી આજની પ્રતિભાઓને આવતીકાલના ચેમ્પિયન્સ બનાવવા માટે સશક્ત બનાવી શકાશે. ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા તરફની આ સફર દ્વારા એસએફએ ચેમ્પિયનશિપ્સ ઊભરતા એથ્લીટ્સને સક્ષમ બનાવે છે.