ઓવૈસી તેલંગણાના મુખ્યમંત્રીની આગેવાનીમાં બનાવી શકે છે ત્રીજો મોર્ચો
હૈદરાબાદ, અસદુદ્દીન ઓવૈસીએ તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને ત્રીજા મોર્ચાનો ઉલ્લેખ કરીને રાજકીય રીતે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અભી તો ખેલ શરુ હુઆ હૈ. અસદુદ્દીન ઓવૈસીની આ ટિપ્પણી લોકસભા ચૂંટણી ૨૦૨૪થી પહેલા બનેલી વિપક્ષી ઈંડિયા ગઠબંધનના ૨૬ દળ સામે આવ્યા છે.
આપને જણાવી દઈએ કે, વિપક્ષી ગઠબંધન ભાજપને હરાવવા માટે કોઈ કસર છોડવા માગતા નથી. વિપક્ષ ગઠબંધનની આગામી બેઠક મુંબઈમાં આયોજીત થવાની છે. જેમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, વિપક્ષમાં હજુ અન્ય કેટલીય પાર્ટીઓ સામેલ થઈ શકે છે. એઆઈએમઆઈએમ પ્રમુખ ઓવૈસીએ આજે વિપક્ષી ગઠબંધન ઈંડિયા પર ટાર્ગેટ કરતા કહ્યું કે, જે તેમના ઈંડિયા (ગઠબંધન) સાથે નથી, તેમને તે કમ્યૂનલ કહે છે.
ઓવૈસીએ કહ્યું કે, એવા કેટલાય રાજકીય દળ છે, જે મળીને ત્રીજાે મોર્ચો બનાવી શકે છે. તેલંગણાના મુખ્યમંત્રીને અમે લીડ કરવા માટે કહ્યું છે. ઘણી પાર્ટીઓ અમારી સાથે આવી શકે છે. હજુ તો ખેલ શરુ થયો છે. આગામી બેઠક ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાશે.
બેઠક પહેલા કોંગ્રેસ પ્રવક્તા આલોક શર્માએ કહ્યું કે, ઈંડિયામાં અમુક વધુ પાર્ટીઓ સામેલ થઈ શકે છે. રવિવારે મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, એનડીએની પાછલી બેઠકમાં સામેલ થનારા ૩૮ દળમાંથી ચાર વિપક્ષી દળના સંપર્કમાં છે. ટૂંક સમયમાં તે ઈંડિયા ગઠબંધન સાથે જાેડાઈ શકે છે.SS1MS