Western Times News

Gujarati News

ઓયો હોટલે IPO થકી રૂ. 8430 કરોડ ઊભા કરવા સેબીમાં DRHP ફાઇલ કર્યું

ઓયોના IPO માં 83 ટકા ફ્રેશ ઇશ્યૂ (રૂ. 7000 કરોડ) અને 17 ટકા વેચાણ માટેની ઓફર (રૂ. 1430 કરોડ) સામેલ છે OYO files DRHP to raise INR 8430 cr 

ભારતમાં 70 ટકાથી વધારે કર્મચારીઓ સાથે ઓયોએ દુનિયા માટે ભારતમાં ઉત્પાદનો બનાવ્યાં છે

ગ્લોબલ ટ્રાવેલ ટેકનોલોજી કંપની ઓયો (ઓરવેલ સ્ટેઝ લિમિટેડ)એ સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં રૂ. 8,430 કરોડ (1.2 અબજ ડોલર)ની ઇનિશિયલ પબ્લિક ઓફર (આઇપીઓ) લાવવા માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.

વર્ષ 2012માં સ્થાપિત ઓયો મોટી છતાં અતિ ખંડિત વૈશ્વિક હોસ્પિટાલિટી ઇકોસિસ્ટમમાં અગ્રણી અદ્યતન ટેકનોલોજી પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ એની શરૂઆતથી શોર્ટ-સ્ટે એકોમોડેશનને નવો આકાર આપવા પર કેન્દ્રિત છે તથા સીઓ ઓયો અને ઓયો ઓએસ જેવા અમારા ફ્લેગશિપ ઉત્પાદનો સાથે પુરવઠા પર હિતધારકો

(માલિકો, લેસર્સ અને/અથવા અમારા પ્લેટફોર્મ પર સ્ટોરફ્રન્ટ લિસ્ટેડ ઓપરેટર્સ) અને માગ પક્ષે ગ્રાહકો (કંપનીના પ્લેટફોર્મ પર સ્ટોરફ્રન્ટ બુક કરનાર ટ્રાવેલર્સ અને બુક કરનાર લોકો)ની મુખ્ય સમસ્યાઓનું અસરકારક સમાધાન કરવા પર કેન્દ્રિત વિશિષ્ટ ટૂ-સાઇટેડ પ્લેટફોર્મ વિકસાવ્યું છે.

ઓયો એના પ્લેટફોર્મ પર 35થી વધારે દેશોમાં 157,000** સ્ટોરફ્રન્ટ ધરાવે છે. સેન્સર ટાવર મુજબ, ઉપભોક્તા પક્ષે ઓયો એપને 2020માં એશિયામાં સૌથી વધુ અને દુનિયામાં ત્રીજું સૌથી વધુ ડાઉનલોડિંગ એકોમોડેશનનું રેટિંગ મળ્યું છે.

જ્યારે ઓયો આંતરરાષ્ટ્રીય કામગીરી ધરાવે છે, ત્યારે એના મુખ્ય વૃદ્ધિ બજારો ભારત, ઇન્ડોનેશિયા, મલેશિયા અને યુરોપ છે. આ સ્કેલ અને યુનિટ ઇકોનોમિક્સની દ્રષ્ટિએ સૌથી પરિપક્વ બજારો છે. આ મુખ્ય વૃદ્ધિ બજારોમાં કુલ પૂરો કરી શકાય એવો બજારહિસ્સો** 1 ટકાથી ઓછો છે, જે ઓયોને એની કામગીરી વધારવા માટે મહત્વપૂર્ણ તકો આપે છે.

ડિસેમ્બર, 2019 મુજબ, કંપનીની કુલ પૂરી શકાય એવી બજારતક 54 મિલિયન* શોર્ટ-સ્ટે સ્ટોરફ્રન્ટ સામેલ છે. આશરે 88 ટકા આંતરરાષ્ટ્રીય હોટેલ સ્ટોરફ્રન્ટ અસંગઠિત ક્ષેત્રમાં છે, જેથી ઓયો માટે નોંધપાત્ર તકો ઊભી કરે છે. ઓયોના બિઝનેસનો સ્કેલ સ્થાનિક નેટવર્કની ઊંચી અસર અને ઓપરેટિંગ લીવરેજનો ઉપયોગ કરીને સ્વપ્રેરિત વ્યવસાયને સંચાલિત કરે છે.

આ અસરથી ઊભું થયેલું સારું ચક્ર ઓયો અને એના સતત વધતા પેટ્રોન એમ બંને માટે ઓયોના પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેવાની આકર્ષકતા અને યુનિટ ઇકોનોમિક્સને વધારે છે.

ઓયોના આઇપીઓમાં ઓરેવલ સ્ટેઝ લિમિટેડના રૂ. 8,430 કરોડ (1,163 મિલિયન ડોલર) રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરની ઓફર (“ઓફર”)ધરાવે છે. ઓફરમાં રૂ. 7,000 કરોડ (966 મિલિયન ડોલર)નો ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”)અને રૂ. 1,430 કરોડ (197 મિલિયન ડોલર) સુધીના વેચાણની ઓફર સામેલ છે.

આઇપીઓમાં 83 ટકા ફ્રેશ ઇશ્યૂ અને 17 ટકા વેચાણ માટેની ઓફર સામેલ છે. કંપની અને એના હિતધારકો લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને રૂ. 1,400 મિલિયન (193 મિલિયન ડોલર) સુધીની રોકડ વિચારણા માટે ઇક્વિટી શેર વધુ ઇશ્યૂ કરવા વિચારી શકે છે (“પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ”).

જો પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ હાથ ધરવામાં આવશે, તો કંપની અને એના હિતધારકો લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને કિંમતનો નિર્ણય લેશે અને પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ આરઓસી સાથે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યા અગાઉ હાથ ધરવામાં આવશે.

ગયા વર્ષે કંપનીએ કોવિડ-19 સામે લડવાની વ્યૂહરચનાના ભાગરૂપે અનેક પગલાં લીધા હતા, જેમાં વિકાસને વેગ આપવાની તથા કાર્યકારી ખર્ચ ઘટાડવા અને એની ઓફરની રિપોઝિશનિંગ માટે ટેકનોલોજી અને ઉત્પાદનોની


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.