Western Times News

Gujarati News

37 વર્ષની વયે થાઈલેન્ડના વડાપ્રધાન બન્યા આ મહિલા

(એજન્સી)નવીદિલ્હી, થાઈલેન્ડની સંસદે પૈતોંગતાર્ન શિનાવાત્રાને વડાંપ્રધાન પદ માટે પસંદ કર્યાં છે. તેઓ દેશના સૌથી યુવાન વડાંપ્રધાન છે. ૨ દિવસ પહેલાં જ થાઈલેન્ડની સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન શ્રેથા થાવિસિનને પદ પરથી બરતરફ કરી દીધાં હતાં. તેમની પર નૈતિક નિયમોનું ઉલ્લંઘન કરીને એક પૂર્વ ગુનેગારની કેબિનેટમાં નિમણૂક કરવાનો આરોપ હતો. The 37-year-old #PaetongtarnShinawatra has become #Thailand’s youngest prime minister after winning a two-thirds majority in a parliament vote.

૩૭ વર્ષના પેતોંગતાર્ન થાઈલેન્ડના પૂર્વ વડાંપ્રધાન થાકસિન શિનાવાત્રાની સૌથી નાના દીકરી છે. તેમના પિતા સિવાય તેમના કાકી યિંગલક પણ થાઈલેન્ડના વડાંપ્રધાન રહી ચૂકયાં છે, તેઓ દેશના સૌથી યુવાન અને બીજા મહિલા વડાંપ્રધાન છે.

શિનાવાત્રા પોતાના પરિવારના ત્રીજા સભ્ય છે જે આ પદ સુધી પહોંચ્યા છે. તેમના પિતા થાકસિન શિનાવાત્રા ગયા વર્ષે જ ૧૫ વર્ષના દેશનિકાલ બાદ દેશ પરત ફર્યાં હતાં. થાકસિનને વર્ષ ૨૦૦૧માં પહેલી વખત થાઈલેન્ડના વડાંપ્રધાન પસંદ કરવામાં આવ્યા હતાં પરંતુ ૨૦૦૬માં તખ્તાપલટ બાદ તેમનો દેશનિકાલ થઈ ગયો.

થાઈલેન્ડના રાજકારણમાં પેતોંગતાર્ન ખૂબ લોકપ્રિય છે. ગત ચૂંટણીઓમાં પણ તેમણે ગર્ભવતી હોવા છતાં ખૂબ પ્રચાર કર્યો હતો. તેમની ફયૂ થાઈ પાર્ટી ૨૦૨૩ ની ચૂંટણીમાં બીજા સ્થાને હતી. તેમના પરિવારની પણ થાઈલેન્ડના રાજકારણમાં સારી પકડ રહી છે. આ કારણ છે કે તેમને જનતાનું ખાસ્સું સમર્થન મળ્યું છે. લગભગ ૪૮ કલાક પહેલા થાઈલેન્ડની બંધારણીય કોર્ટે શ્રેથા થાવિસિનને વડાંપ્રધાન પદથી બરતરફ કરી દીધાં હતાં.

તેમની પર જેલની સજા કાપી ચૂકેલા એક વકીલને કેબિનેટ મંત્રી બનાવવાનો આરોપ હતો. કોર્ટના જણાવ્યા અનુસાર શ્રેથાએ આ પ્રકારની નિમણૂક કરીને બંધારણીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જોકે કોર્ટના નિર્ણય બાદ થાવિસિને પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે તેમને નિયમોની સંપૂર્ણ જાણકારી નહોતી. શ્રેથાએ પિચિત ચુએનબનને કેબિનેટમાં સ્થાન આપ્યુ હતું,

પિચિતને ૨૦૦૮માં સુપ્રીમ કોર્ટના અધિકારીઓને લાંચ આપવાનો પ્રયત્ન કરવા માટે ૬ મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટે માન્યું છે કે શ્રેથાને પિચિત સાથે જોડાયેલા કેસની સારી રીતે જાણકારી હતી. શ્રેથા થાવિસિન ગયા વર્ષે ૨૦૨૩માં થયેલી ચૂંટણીમાં જ જીતીને વડાંપ્રધાન બન્યા હતાં. લગભગ એક વર્ષ બાદ કોર્ટની બરતરફીને કારણે તેમની સરકાર પડી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.