Western Times News

Gujarati News

પીપાવાવ, એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે (જીપીપીએલ) એક જ મહિનામાં સૌથી વધુ પ્રોસેસ્ડ રોરો રેક્સનું હેન્ડલિંગ કરીને નવો વિક્રમ સ્થાપીને વ્હીકલ લોજિસ્ટિક્સમાં...

પશ્ચિમ રેલવે  ના  મહાપ્રબંધક શ્રી અશોક કુમાર મિશ્ર, પશ્ચિમ રેલવે  ના  અપર મહાપ્રબંધક શ્રી પ્રકાશ બુટાની, શ્રી સચિન અશોક શર્માને તેમની સિદ્ધિ બદલ સન્માનિત કરે છે. પશ્ચિમ રેલવે ના મહાપ્રબંધક ના સચિવ શ્રી સચિન અશોક શર્માએ દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં પૂર્ણ થયેલી કોમરેડ્સ મેરેથોન 2024માં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. કોમરેડ્સ મેરેથોન એ વિશ્વની સૌથી પડકારરૂપ લાંબા અંતરની રેસમાંની એક છે. શ્રી શર્માએ દક્ષિણ આફ્રિકાના ડરબનથી પીટરમેરિટ્ઝબર્ગ સુધીની 86 કિલોમીટરની મેરેથોન 11 કલાક અને 24 મિનિટમાં પૂરી કરી હતી.  વિશ્વની સૌથી જૂની અને અઘરી મેરેથોન તરીકે જાણીતી કોમરેડ્સ મેરેથોનમાં વિવિધ દેશોના 20,000 દોડવીરોએ ભાગ લીધો હતો, જેણે તેને વિશ્વની સૌથી મોટી મેરેથોન બનાવી દીધી. 1921માં શરૂ થયેલી આ ઐતિહાસિક રેસમાં 1,800 મીટરની ઊંચાઈ સાથે કઠિન ચઢાણનો સમાવેશ થાય છે.  સચિન શર્માની સિદ્ધિ એક નિયમિત ફિટનેસ ઉત્સાહી તરીકે તેમના સમર્પણ અને સહનશક્તિનો પુરાવો છે.  તેઓ તેમના શાળાના દિવસો (સિંધિયા સ્કૂલ, ગ્વાલિયર) થી જ રમતગમત અને આઉટડોર પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ રહ્યા છે જેમાં એથ્લેટિક્સ, ક્રિકેટ, ફૂટબોલ, બોક્સિંગ, સ્કેટિંગ, બેડમિન્ટન, શૂટિંગ વગેરેમાં વિશેષ રુચિ રહી છે. કોલેજમાં તેમ ણે વેઈટ ટ્રેનિંગ અને ટૂંકા અંતરની દોડની પ્રેક્ટિસ કરી હતી. સિવિલ સર્વિસીસની તૈયારીના દિવસો દરમિયાન, તેમણે દરરોજ જોગિંગ કર્યું અને એકેડેમીમાં રહીને તેમને ક્રોસ કન્ટ્રીમાં ગોલ્ડ મેડલ જીત્યો. શ્રી સચિને તેમના વ્યસ્ત કાર્ય શેડ્યૂલ હોવા છતાં, જીમમાં નિયમિત સ્ટ્રેન્થ ટ્રેનિંગ ની સાથે - સાથે  થોડુંક દોડવાનું પણ  ચાલુ રાખ્યું. તેઓએ  કોવિડ રોગચાળાના લોકડાઉન ના દિવસોમાં યોગ અને કિક બોક્સિંગ શરૂ કર્યું. પાછલા કેટલાક વર્ષો માં શ્રી સચિન શર્માએ ઘણી 10km રેસ, હાફ અને ફુલ મેરેથોન, અલ્ટ્રા મેરેથોન, ટ્રાયથલોનમાં ભાગ લીધો છે. તેમાંથી કેટલાક નોંધપાત્ર છે લદ્દાખ ફુલ મેરેથોન, ટાટા મુંબઈ મેરેથોન, વસઈ-વિરાર મેરેથોન, ટાટા અલ્ટ્રા (50 કિમી), કાસ અલ્ટ્રા (65 કિમી),  ખારદુંગ લા ચેલેન્જ (72 કિમી ઊંચાઇએ), પુણે અલ્ટ્રા ટ્રાયલ રન (100 કિમી),ગોવા આયર્નમેન (70.3 કિમી), બર્ગમેન (113 કિમી), બર્ગમેન ઓલિમ્પિક ડિસ્ટન્સ   તેમણે ઓપન સી સ્વિમિંગમાં પણ ભાગ લીધો છે અને પૂર્ણ કર્યો છે. સનક રોક ટુ ગેટવે (5 કિમી)-રાષ્ટ્રીય સ્તર, માલવણ સમુદ્ર સ્વિમથોન (3 કિમી)-રાષ્ટ્રીય સ્તર અને જુહુ સમુદ્ર સ્વિમથોન (3 કિમી)-રાજ્ય સ્તર. આ કોમરેડ મેરેથોનની સફળ સમાપ્તિ સાથે, શ્રી શર્મા હવે સપ્ટેમ્બર 2024માં લદ્દાખમાં યોજાનારી સિલ્ક રૂટ અલ્ટ્રા (122 કિમી), ડિસેમ્બર 2024 માં હેલ રેસ જેસલમેર થી લોંગેવાલા (160 કિમી)  અને નવેમ્બર 2025 માં પુણે અલ્ટ્રા (160 કિમી) ની સાથે સાથે 2025 માં આયર્નમેન ઓસ્ટ્રેલિયામાં ભાગ લેવાનું લક્ષ્ય બનાવી રહ્યા છે.  શ્રી શર્મા તેમની સફળતાનો શ્રેય તેમને તેમના કોચ ગિરીશ બિન્દ્રા, આદિલ મિર્ઝા, વિનય ઉપાધ્યાય પાસેથી મળેલી તાલીમ અને તેમના પરિવાર, મિત્રો અને સાથીદારો તરફથી મળેલા સમર્થન અને પ્રોત્સાહનને આપે છે. શ્રી શર્મા મધ્ય રેલ ના મહાપ્રબંધક ના રૂપમાં સેવા નિવૃત થયેલા શ્રી નરેશ લાલવાણીને શ્રેય આપે છે, તેમણે તેમને અંતરની દોડમાં પરિચય કરાવ્યો હતો.

પીએમ મોદીએ જીત પછી વારાણસીની પ્રથમ મુલાકાત લીધી (એજન્સી)વારાણસી,સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી મંગળવારે પહેલીવાર પોતાના સંસદીય...

(એજન્સી)નવીદિલ્હી,ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો આ દિવસોમાં આકરી ગરમીથી ત્રસ્ત છે. હીટવેવના પ્રકોપને કારણે દિવસની સાથે સાથે રાત્રીના સમયે પણ ગરમીનો...

(એજન્સી)ઇમ્ફાલ,એક તરફ ભારત સરકાર દેશમાં ગેરકાયદેસર રીતે સ્થાયી થયેલા ૪૦ હજારથી વધુ રોહિંગ્યા ઘૂસણખોર મુસ્લિમોને તેમના દેશમાં પાછા મોકલવાના પ્રયાસો...

કાઠી દરબાર શિક્ષણ સંકલન ટીમ બોટાદ દ્વારા પાળિયાદ ઠાકર પૂજ્ય શ્રી નિર્મળાબા ઊનડબાપુ તથા આદરણીયશ્રી ભયલુબાપુનુ અભિવાદન લાખો લોકોની શ્રધ્ધાનું...

થોડાં દિવસ પહેલાં એક ઇન્ટર્વ્યુમાં શર્વરીએ આ પાવર કપલ સાથેના સંબંધ વિશે ખુલાસો કર્યાે હતો સન્નીની કથિત ગર્લળેન્ડ શર્વરીને વિક્કી-કેટરિના...

દારાસિંહ પોતાના જીવનમાં ૫૦૦થી વધુ કુસ્તી લડી હોવાનું કહેવાય છે અને આ તમામ કુસ્તીમાં તેઓ જીત્યા હતા રામાયણના હનુમાન ‘દારાસિંહ’ની...

‘લાહોરઃ ૧૯૪૭’ બની રહી છે ડિસેમ્બર મહિનામાં અક્ષય કુમારની મલ્ટિ સ્ટારર ફિલ્મ અને ‘સિતારેં ઝમીન પર’ રિલીઝ થવાની હતી મુંબઈ,અક્ષય...

ક્રિકેટમાં મહિલા ટીમ હોવા છતાં ક્રિકેટ દરમિયાન સંચાલન કે કોમેન્ટરી અને અમ્પાયરિંગના ક્ષત્રને હંમેશા પુરુષોનું ક્ષેત્ર માનવામાં આવતું હતું ‘ક્રિકેટર્સ...

ઇન્ટાગ્રામ અકાઉન્ટ પર અમુક સ્ટોરીમાં ખુલાસો કર્યાે એક્ટ્રેસ અને સિંગર સબા આઝાદને રિતિક સાથે રિલેશનશિપમાં આવ્યા પછી કામ કરવાની ઇચ્છા...

બાદશાહના મ્યૂઝિક આલબમ ઉપરાંત બોલિવૂડ ગીતોએ પણ ધૂમ મચાવી અમેરિકામાં ચાલુ કોન્સર્ટે પ્રમોટર અને પ્રોડક્શન કંપની વચ્ચેનો વિવાદ વકરતાં બાદશાહ...

રાજકોટ જિલ્લા પંચાયતમાં જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીની બેઠકમાં સાંસદ તરીકે હાજરી આપી મંત્રી ન બનાવવાનું કોઈ કારણ નથી PM મોદીના...

મિત્ર વીડિયો બનાવી રહ્યો હતો મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક ૨૩ વર્ષની છોકરીએ અકસ્માતે રિવર્સ ગિયરમાં એક્સીલેટર દબાવ્યું મુંબઈ,મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં...

બંગાળ રેલ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું, ન્યૂ જલપાઈગુડી સ્ટેશનથી ૩૦ કિમી દૂર રંગપાની સ્ટેશન નજીક સવારે ૮.૫૫ વાગ્યે આ અકસ્માત થયો...

શાકભાજી માર્કેટમાં ડુપ્લીકેટ નોટ ફેરવતો યુપીનો શિવનંદન ૨૪હજારની નોટ ચાથે સુરતમાં પકડાયો કલર પ્રિન્ટર, બનાવટી નોટ છાપવાના કાગળો, ઈન્કની બોટલો...

અમદાવાદ, અનેક વૈશ્વિક પરિબળોના લીધે તાજેતરના મહિનાઓમાં ખાદ્યતેલના બજારોમાં છેલ્લાં ત્રણ મહિનામાં વધારો જોવાયો છે, જેના કારણે વૈશ્વિક ખાદ્યતેલ બજારોમાં...

પત્નીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને કાવતરું ઘડ્યું... પોલીસ અધિક્ષક અજીત સિંહ શેખાવતે જણાવ્યું કે આરોપી દેવ સુનાર પાણીપત જેલમાં બંધ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.