Western Times News

Gujarati News

એજન્સી) કલોલ, ગાંધીનગરના કલોલમાં જૂની અદાવતમાં ૫ શખસોએ તલવાર, લોખંડની પાઈપ સહિતના હથિયાર વડે હુમલો કરીને એક વ્યક્તિની ધાતકી હત્યા...

પશુપાલક શ્રી ગોપાલભાઈ  રબારીની દેશી ગાયને દોહી  ભારતીય સંસ્કૃતિમાં ગાયના મહત્વને ઉજાગર કરતા રાજ્યપાલ રાજ્યપાલશ્રીએ ખેડૂતશ્રી નટુભાઈ લવજીભાઈ રોહિતના  ઘરે રાત્રી ભોજન લઈ સામાજિક સમરસતા આપ્યો દાખલો રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામની મુલાકાત લઈ ગ્રામીણ સંસ્કૃતિને માણી હતી. રાજ્યપાલશ્રીએ પલોલ ગામના ખેડૂતો, પશુપાલકોની મુલાકાત લઈ સ્વચ્છતા,પશુપાલન અને પ્રાકૃતિક ખેતી વિષયો પર વાતચીત કરી હતી. રાજયપાલશ્રીએ પલોલ ગામના પશુપાલક અને ખેડૂત શ્રી ગોપાલભાઈ રબારીની દેશી ગાયને દોહી ભારતીય સંસ્કૃતિમાં ગાયના મહત્વને ઉજાગર કર્યું હતુ. તેમણે ગોપાલભાઈ દ્વારા કરવામાં આવતા ગૌ સંવર્ધનનું પ્રત્યક્ષ નિદર્શન કર્યું હતું.  આ ઉપરાંત તેમણે પલોલ ગામમાં પશુપાલન વ્યવસાય બાબતે વાતચીત કરી હતી. સાથે જ પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના મહત્વ વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં રાજ્યપાલશ્રીએ પલોલ ગામે સામાજિક સમરસતાની મિશાલ આપતા ગ્રામીણ શ્રી નટુભાઈ લવજીભાઈ રોહિતના ઘરે રાત્રી ભોજન લીધું હતું. રાજ્યપાલશ્રીને દાળ ભાત, તુવેર પાપડીનું શાક, રોટલી અને દૂધ પીરસવામાં આવ્યું હતું.   ભોજન દરમિયાન રાજ્યપાલશ્રીએ વડીલ સહજભાવે પરિવારની વિગતો મેળવી પરિવારના બાળકોને ભણી ગણીને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા પ્રેરણા પૂરી પાડી હતી.. રાજ્યપાલશ્રીએ આતિથ્ય સત્કાર બદલ પરિવારનો આભાર માન્યો હતો.. આ ઉપરાંત રાજ્યપાલશ્રીએ નટુભાઈના આડોશ પડોશમાં રહેતા લોકો સાથે પણ ચર્ચા કરીને તેમની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનો સાથે મળી સફાઈ કરી હતી. રાજ્યપાલશ્રીએ ઝાડું લગાવી ગ્રામજનોને  સ્વચ્છતાનું મહત્વ સમજાવી સ્વચ્છ ભારતનો સંદેશ આપ્યો હતો સાથે જ ગામના સફાઈ કર્મીઓનું પણ જાહેરમાં સન્માન કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્વચ્છતા, વ્યસનમુક્તિ, સામાજિક સમરસતા, આરોગ્ય, પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતી જેવા મુદ્દાઓ પર જનજાગૃતિ વધે તેવું સૂચન કર્યું હતું.. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આજે ભણેલા ગણેલા લોકોમાં વ્યસનનું પ્રમાણ વધવું એ ચિંતાજનક બાબત છે.  જો મોટા લોકો સ્વયં સારા કામો કરશે તો નાના બાળકોમાં સુટેવો કેળવાશે. આચાર્યશ્રી દેવવ્રતજીએ પલોલને સ્વચ્છ ગ્રામ બનાવવા સૌ ગ્રામજનોને કાર્યાન્વિત થવા અપીલ કરી હતી. આ માટે ગામની પ્રત્યેક શેરી દીઠ સ્વચ્છતાની ટુકડીઓ બનાવી આયોજન પ્રમાણે કામ કરવા સૂચન કર્યું હતું.

સીબીઆઈએ રૂપિયા ૧૦૦૦ કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યું - અનેક ફરિયાદો સામે આવ્યા બાદ કાર્યવાહી (એજન્સી) નવી દિલ્હી, કેન્દ્રીય તપાસ એન્જસીએ સાયબર...

ભગવાન નરસિંહદેવના આ મંદિરને ભારતીય મૂળનો એક પરિવાર બનાવી રહ્યો હતોઃ નિર્માણ આશરે બે વર્ષ પહેલાં શરૂ થયું હતું કેપટાઉન, ...

(એજન્સી) નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય મહાસચિવે બિહારના મંત્રી નીતિન નવીન સિંહાને ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્તની...

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં અંધાધૂંધ ફાયરિંગ, ૧૧ના મોત -એક વ્યક્તિએ હુમલાખોરને પકડી લીધો હતો, ત્યાર બાદ તેને ગોળી મારી દીધી સિડની,રવિવારે ઓસ્ટ્રેલિયાના...

મલયાલમ એક્ટર અખિલ વિશ્વનાથ કેરળમાં પોતાના ઘરે બેડરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો તિરુવનંતપૂરમ, મલયાલમ એક્ટર અખિલ વિશ્વનાથનું ગુરૂવારે (૧૧...

વેલિંગ્ટન, ન્યૂઝીલેન્ડે ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી ટેસ્ટમાં નવ વિકેટે વિજય મેળવ્યો છે અને આ સાથે જ ત્રણ ટેસ્ટ મેચની...

વિયાના, યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાએ એક મોટો નિર્ણય કરી ૧૪ વર્ષથી ઓછી ઉંમરની કિશોરીઓ માટે શાળામાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો...

વોશિંગ્ટન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લાંબા સમયથી ચાલી રહેલું રશિયા-યુક્રેન યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ જવાની આશંકા વ્યક્ત કરી છે....

મુંબઈ, દેશમાં સુપર ડુપર હીટ બની રહેલી રણવીરસિંઘની ફિલ્મ ધુરંધર પર હવે સાઉદી અરેબીયા અને અન્ય ગલ્ફના દેશોમાં પ્રતિબંધ મુકવામાં...

અમદાવાદ, ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કાંડમાં ડો. સંજય પટોળિયા અને રાજશ્રી કોઠારીની ડિસ્ચાર્જ અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રીકટ જજ કે. એમ....

અમદાવાદ, રાજ્ય અને દેશના વિવિધ વેટલેન્ડ્‌સના સંવર્ધન અને સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હાઇકોર્ટમાં સુઓમોટો રિટ પિટિશન દાખલ કરવામાં...

આણંદ, આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના સાંઠ ગામમાંથી ગુરૂવારે ડીગ્રી વગરના બે બોગસ ડોક્ટરોને ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તારાપુર પોલીસની...

નડિયાદ, નડિયાદ ટાઉન પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત સાયબર ક્રાઈમ આચરતા નેટવર્ક પર તરાપ મારીને એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યાે...

મહેસાણા , મહેસાણાના મેઉ નજીક આવેલા બાદલપુરા ગામનું દંપતી ગત ૨૯ નવેમ્બરે ત્રણ વર્ષની બાળકી સાથે પોર્ટુગલ જવા નીકળ્યું હતું...

આણંદ, આણંદના તારાપુર તાલુકાના આદરૂજ ગામના અને હાલ આણંદના મોગરી ગામમાં રહીને ખેતી કરી જીવન ગુજરાન ચલાવતા યુવક સાથે ઠગાઈ...

નવી દિલ્હી, દેશમાં વીમાના વ્યાપમાં વધારો કરવાના પ્રયાસના ભાગરૂપે શુક્રવારે કેન્દ્રીય કેબિનેટે વીમા ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણની મર્યાદાને હાલની ૭૪...

નવી દિલ્હી, ભારતે નવેમ્બર ૨૦૨૫માં રશિયાના ક્‰ડ ઓઈલની આયાત ચાર ટકા વધારતો ૨.૬ અબજ યુરો સુધી પહોંચી ગઈ હતી, જે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.