Western Times News

Gujarati News

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવ માટે પાઘ પૂજાનો શુભારંભ કરાયો

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્વનિર્મિત પાઘ નું પૂજન કરી મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી

સોમનાથ , પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને પ્રતિવર્ષ કરોડો યાત્રીઓ આવતા હોય છે. ત્યારે ભક્તો વિવિધ રીતે સોમનાથ મહાદેવનું પૂજન અર્ચન કરે છે, સોમનાથ મહાદેવને વિધિવત પુજન સાથે પાઘ અર્પણ કરીને યશ અને કીર્તિ વધારનાર પાઘ સમર્પણ પૂજા નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પાઘ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતે તૈયાર કરવામાં આવી છે. જે ભક્તો પૂજન કર્યા બાદ મહાદેવને અર્પણ કરી શકશે અને તેનો શ્રી સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગ કરવામાં આવશે.

સાથેજ સોમનાથ મહાદેવને શૃંગારમાં અર્પણ કરવામાં આવેલ પાઘ ના વસ્ત્રો માત્ર વસ્ત્ર ન રહીને મહાદેવનો કૃપાપ્રસાદ બની શ્રદ્ધાળુઓના જીવનમાં આધ્યાત્મિકતાનું ચિન્હ બને તેવા શુભ આશયથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વસ્ત્ર પ્રસાદ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેના થકી યાત્રીઓ આ પાઘ ના વસ્ત્રો નો વસ્ત્ર પ્રસાદ મેળવી શકશે ત્યારે સદભાવના અને સૌહાર્દ સાથે સોમનાથ ટ્રસ્ટના પ્રત્યેક કર્મચારી અધિકારીએ આ ક્ષણ ને વધાવી હતી. સોમનાથ ટ્રસ્ટના સચિવ શ્રી ની સાથે અધિકારીઓ, પુજારી ગણ, સફાઈકર્મીઓ, વહીવટી સ્ટાફ, સહિતના પ્રત્યેક કર્મીએ સાથે મળીને મહાદેવની ધ્વજા પૂજા કરી હતી. ખભે-ખભો મેળવીને દરેક કર્મીએ મહાદેવની પાઘ ની પાલખી ઉઠાવી હતી. અને મહાદેવની ધ્વજા તળે બધા અધિકારી કર્મચારી મટીને શિવભક્ત બની મહાદેવની પાલખીના વાહક બન્યા હતા.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયેલ પાઘ પૂજાની પેહલી પાઘ સોમનાથ મહાદેવને શૃંગારમાં ઉપયોગમાં આવે તે પહેલા તેનું મંદિરના સભા મંડપમાં સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા સાથે મળીને પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોમનાથ મહાદેવની પાઘ ને પાલખીમાં બિરાજમાન કરીને મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરવામાં આવી હતી. આ તકે સોમનાથ ટ્રસ્ટના તમામ અધિકારીઓ કર્મચારીઓ સહિત શ્રદ્ધાળુઓ પણ પાલખીયાત્રામાં જાેડાયા હતા અને “હર હર મહાદેવ” “જય સોમનાથના” નાદ સાથે સોમનાથ મંદિરનું સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.