પહેલગામ હુમલો સ્થાનિકોના સપોર્ટ વગર થઈ શકે નહીંઃ ફારુક અબ્દુલ્લા

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ પહલગામ આતંકવાદી હુમલાને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. અબ્દુલ્લાએ કહ્યું કે, પહલગામ આતંકી હુમલો લોકલ સપોર્ટ વિના થઈ શકે નહીં.
કારણ કે આતંકવાદી ત્યાં સુધી કેવી રીતે આવ્યા, એ પ્રશ્ન આજે પણ યથાવત્ છે. કોઈ લોકલે આતંકવાદીઓને મદદ તો ચોક્કસ કરી છે. ફારુક અબ્દુલ્લાના આ નિવેદન પર પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ આકરો વાંધો વ્યક્ત કરીને કહ્યું કે, ફારુક અબ્દુલ્લાનું આવું નિવેદન દેશના બાકીના ભાગોમાં રહેલા કાશ્મીરી લોકો માટે ખતરારૂ બની શકે છે.
તેનાથી કેટલીક મીડિયા ચેનલોને કાશ્મીરીઓ અને મુસ્લિમોને બદનામ કરવાનો મોકો મળી શકે છે.ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, લોકલ સપોર્ટ વિના પહલગામ હુમલો થઈ શકે નહીં, પરંતુ મહેબૂબા મુફ્તીએ તેનો ઈનકાર કર્યાે છે. મહેબૂબાની દરેક વાતનો જવાબ હું નહીં આપું. કારણ કે મહેબૂબાને પણ ખબર હોવી જોઈએ કે કાશ્મીરમાં બહારના રાજ્યમાંથી આવેલા લોકોને ટાર્ગેટ બનાવવામાં આવે છે.
આપણા પંડિત ભાઈઓને અહીંયાથી ભાગવું પડ્યું. આવું કરનાર કોણ હતું? અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, મહેબૂબા આતંકવાદીઓના ઘરે જતી હતી. તેમણે આનો જવાબ આપવો જોઈએ. વધુમાં ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, ઘટના પછી સૌથી મોટો સંદેશ એ છે કે પ્રવાસીઓ ડરનાર નથી. જે લોકો ભય ફેલાવવા ઈચ્છતા હતા, એ હારી ગયા છે. આતંકવાદીઓ હારી ગયા છે.
આજે સાબિત થઈ ગયું છે કે અમે ડરવાના નથી. કાશ્મીર હંમેશા ભારતનો હિસ્સો હતું અને હંમેશા રહેશે. લોકો ઈચ્છે છે કે આતંકવાદ ખતમ થાય. આતંકવાદને ૩૫ વર્ષથી જોઈ રહ્યા છીએ, આપણે પ્રગતિ ઈચ્છીએ છીએ. આપણે આગળ વધવા ઈચ્છીએ છીએ.
આપણે એક દિવસ મહાશક્તિ બનીશું. આ સાથે ફારુક અબ્દુલ્લાએ આતંકવાદ સામેની લડાઈમાં દેશવાસીઓને એકસંપ થવા વિનંતી કરી હતી.SS1MS