Western Times News

Gujarati News

પાક. હેકરોએ ભારતીય સૈન્યની વિવિધ વેબસાઇટ્‌સ પર હુમલો કર્યો

નવી દિલ્હી, પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ટોચ પર છે ત્યારે પાકિસ્તાની હેકરોએ ભારતની લશ્કરની વેબસાઇટ્‌સને નિશાન બનાવવા માંડી છે. કદાચ હેકરોએ લશ્કરની અમુક સાઇટ્‌સ પર સંરક્ષણ કર્મચારીઓ અંગેની સંવેદનશીલ માહિતી મેળવી પણ છે, તેમા તેમની લોગ ઇન ક્રેડેન્સિયલ્સનો પણ સમાવેશ થાય છે, એમ ભારતીય લશ્કરે જણાવ્યું હતું.

લશ્કરે સોશિયલ મીડિયા સાઇટ્‌સ પર જણાવ્યું છે કે પાકિસ્તાન સાઇબર ફોર્સે મિલિટરી એન્જિનિયર સર્વિસિસ અને મનોહર પરિકર ઇન્સ્ટિટયુટ ઓફ ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસની સંવેદનશીલ માહિતી મેળવી છે.

આ ઉપરાંત પાક. હેકરોના ગુÙપે સંરક્ષણ મંત્રાલયના નેજા હેઠળના એકમ આર્મર્ડ વ્હીકલ નિગમ લિમિટેડની સત્તાવાર વેબસાઇટ સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યાે હતો.

વેબસાઇટ પર પાકિસ્તાની ધ્વજ ફરકાવ્યો હતો અને અલ ખાલિદ ટેન્ક દર્શાવી હતી. તકેદારીના પગલાં તરીકે વેબસાઇટ ઓફલાઇન કરવામાં આવી છે.

તેને કેટલી હદ સુધી નુકસાન થયું છે તે ચકાસવા માટે ઓડિટ શરૂ કરાયું છે. અગાઉ આઇઓકે હેકર નામના પાકિસ્તાની ગુÙપે ઇન્ડિયન આર્મીની વેબસાઇટ પર હુમલો કર્યાે હતો, જેને નિષ્ફળ બનાવાયો હતો. ગુÙપે આર્મી પબ્લિક સ્કૂલ શ્રીનગર અને રાણીખેત, આર્મી વેલફેર હાઉસિંગ કોર્પાેરેશન અને ઇન્ડિયન એરફોર્સ પ્લેસમેન્ટ પોર્ટલ પર હુમલા કર્યા હતા.

આવા જ અન્ય બનાવમાં સાઇબરગુÙપ હોક્સ ૧૩૩૭ અને નેશનલ સાઇબર ક્‰ નામ ના પાક હેકરોના જૂથે જમ્મુમાં આર્મી પબ્લિક સ્કૂલની વેબસાઇટને ટાર્ગેટ બનાવી હતી.

સાઇબર સિક્યોરિટી એજન્સીઓ અને નિષ્ણાતો કોઈપણ પ્રકારના સાઇબર હુમલાને ચકાસવા અને ખાળવા સાઇબર સ્પેસ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.તેમા પણ ખાસ કરીને પાકિસ્તાનમાંથી થતા સાઇબર હુમલા પર તો ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત હાલમાં ચાલતા સર્વેલન્સને પણ વધારે ચુસ્ત કરવામાં આવ્યું છે, જેથી ભાવિ હુમલા નીવારી શકાય.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.