ભારતની માફક સસ્તું ઓઈલ ખરીદવા પાક. રશિયા પહોંચ્યું
નવી દિલ્હી, યુક્રેન પર હુમલો થયા બાદ અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ રશિયા પર આકરા પ્રતિબંધ લગાવ્યા છે. ત્યાર આવા સમયે રશિયાની તેલ નિકાસને ગંભીર અસર થઈ છે. ભારતે તેનો ફાયદો ઉઠાવ્યો અને રશિયા પાસેથી સારુ એવું ડિસ્કાઉન્ટ મેળવી ક્રૂડ ઓયલ ખરીદ્યું હતું.
ભારત હાલમાં પણ રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ઓલ ખરીદી રહ્યું છે. આપણો પાડોશી દેશ પાકિસ્તાન પણ રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ઓયલ ખરીદવા ગયો, પણ તેને મોટો ઝટકો લાગ્યો છે. રશિયાએ પાકિસ્તાનને સસ્તુ ઓયલ આપવાની ના પાડી દીધી હતી. અખબાર દ ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર જાેઈએ તો, પાકિસ્તાની અધિકારીઓના પ્રતિનિધિમંડળે પોતાની આ માગને લઈને રશિયા ગયા હતા.
પાકિસ્તાની અધિકારીઓના પ્રતિનિધિમંડળે રશિયાના અધિકારીઓ સાથે વાતમાં ક્રૂડ ઓયલમાં ૩૦-૪૦ ટકાની છૂટ માગી હતી. આ માગને રશિયાએ ફગાવી દીધી હતી. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળમાં પેટ્રોલિયમ રાજ્યમંત્રી મુસાદિક મલિક, પેટ્રોલિયમ સચિવ મોહમ્મદ મહમૂદ, મોસ્કોમાં પાકિસ્તાનના દૂતાવાસમાં સંયુક્ત સચિવ તથા અન્ય અધિકારી સામેલ હતા.
રશિયાના અધિકારીઓ સાથે બુધવારે વાર્તા દરમિયાન તેમણે આ માગ રાખી હતી. હવે ગુરુવારે રશિયાને ક્રૂડ ઓયલ પર ડિસ્કાઉન્ટ આપવાની ના પાડી દીધી ગતી. રિપોર્ટ અનુસાર, આ મુલાકાત કોઈ પણ અંતિમ પરિણામ વગર જ ખતમ કરી દેવામા આવી હતી.
જાે કે, રશિયાના પક્ષે પાકિસ્તાનની માગ પર વિચાર કરવાનું વચન આપ્યું છે. સાથે જ કહ્યું કે, તે પોતાના ર્નિણયને રાજદ્વારી માધ્યમોને બાદમાં જાણ કરશે. પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ ૨૯ નવેમ્બરે મોસ્કો માટે રવાના થયું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય રશિયાના અધિકારીઓ સાથે વાત કરીને ક્રૂડ ઓયલમાં ફાયદો લેવાનો હતો.
પાકિસ્તાન હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની મોંઘવારી સામે ઝઝૂમી રહ્યું છે. તેમને આશા હતી કે, ભારતની માફક તેમને પણ ક્રૂડ ઓયલમાં છૂટ મળશે. પણ રશિયાએ ના પાડી દીધી હતી. રશિયાએ સ્પષ્ટ કહ્યું છે કે, તે બીજા દેશોને જે કિંમતે ઓયલ આપે છે, તે જ કિંમતે પાકિસ્તાનને આપશે.SS1MS