“હાલના સંજોગોમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મુકવો જોઈએ”

પાકિસ્તાનના મોટા કવીઓ લતા મંગશેકર પર કવીતાઓ લખી ચુકયા છે. પરંતુ તે દેશમાં લતા મંગેશકરનું કોઈ પરફોર્ન્સ કેમ ના થયું ?
ભારતે પાક.ના કલાકારોને આવકાર્યા, પાકિસ્તાને કયારેય તેમ નથી કર્યુંઃ જાવેદ અખ્તર
(એજન્સી)મુંબઈ, કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાની કલાકારોને ભારતમાં સંપૂર્ણ રીતે બાન કરવાની માગણી ઉઠી છે. ફવાદ ખાનની ફીલ્મ અબીર-ગુલાલને ભારતમાં રીલીઝ કરવા માટે પ્રતીબંધ લાગી ચુકયો ે છે. હવે આ મુદે જાવેદ અખ્તારના અભીપ્રાય માંગવામાં આવતાં તેમણે પણ પોતાના વિચારો વ્યકત કર્ય છે. તેમણે છેલ્લે કહયું કે, વર્તમાન સ્થિતીને જોતાં પાકિસ્તાની કલાકારો પર પ્રતીબંધ મુકવો જ જોઈએ.
એક મુલાકાતમાં જાવેદ ખખ્તરે કહયું કે, બે જવાબ છે. બંને જવાબ તાર્કીક રીતે બરોબર છે. તે બંને જવાબમાંથી યોગ્ય જવાબ કયો છે. તે તમે સિકકો ઉછાળીને નકકી કરી શકો છો. આ વાન વે ટ્રાફીક થઈ ગયો છે. નુસરત ફતેહ અલી ગુલામ અલી નુરજહાં ભારત આવ્યા હતા. આપણે તેમનું ખુબ સ્વાગત કર્યું. ફૈઝ અહમદ ફૈઝ તો ઉપખંડના શાયર હતા. તેઓ શાંતી અને પ્રેમમનો સંદેશો ફેલાવતા હતા.
અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં ભારત આવ્યા ત્યારે રાજયના વડા જેટલું સન્માન આપવામાં આવ્યું હતું. પરંતુ પાકિસ્તાન તરફથી કદી કોઈ ભારતીય કલાકાર માટે આવું નથી થયું. તેમણે સ્પષ્ટતા કરી કે, મને પાકિસ્તાનના લોકો સામે કોઈ ફરીયાદ નથી. પાકિસ્તાનના મોટા કવીઓ લતા મંગશેકર પર કવીતાઓ લખી ચુકયા છે. પરંતુ તે દેશમાં લતા મંગેશકરનું કોઈ પરફોર્ન્સ કેમ ના થયું ?
જે રૂકાવટો હતી તે સીસ્ટમની હતી. તે રૂકાવટોનો હું સમજી શકતો નથી. આ વન વે ટ્રાફીક ઠીક નથી.’ જાવેદે પોતાનો બીજો તર્ક સમજાવતા કહયું કે, જો આપણે પાકિસ્તાની કલાકારોને ભારતમાં બ્લોક કરવામાં આવે તો આપણે પાકિસ્તાનમાં કોને ખુશ કરી શકીએ છીએ.
માત્ર આર્મી અને કટ્ટરપંથી જ ખુશ થ શે. તે લોકો એટલું જ ઈચ્છે છેકે ભારત પાકિસ્તાન વચ્ચે લાંબી દીવાલ ઉભી થઈ જાય. તેમને તેજ માફક છે. તેમને ખુશમીજાજી પસંદ નથી. બંને તર્ક મુકયાને અંતે તેમણે કહયું કે હાલના સંજોગોમાં તો એ જ ઠીક છે. કે પાકિસ્તાની કલાકારો પર પ્રતીબંધ મુકવામાં આવે.