પાકિસ્તાન સાથે સીઝ ફાયર કરાયું તેની પાછળ ભારત સરકારનો છુપો કોઈ એજન્ડા નથી ને ? લોકોમાં ચર્ચાતો સવાલ

અમેરિકાના પ્રમુખ એક બાજુ સીઝ ફાયર કરાવી આપ્યાનો દાવો કરે છે ! બીજી તરફ અમેરિકા મિસાઈલનો સોદો તુર્કી સાથે કરે છે
તસ્વીર ડાબી બાજુથી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની છે ! બીજી તસ્વીર ભારતના સાર્વભૌમત્વની શાન શમા ભારતીય ત્રિરંગાની છે ! ત્રિરંગાની શાન જાળવવા સમગ્ર દેશે એક થઈ “ઓપરેશન સિંદુર” ને ટેકો આપ્યો છે !
પહેલગામમાં નિર્દાેષ નાગરિકોની હત્યા કરીને ફરાર થઈ ગયેલા મૂળ ચાર થી પાંચ આંતકવાદીઓને ભારત પકડી શકયું કેમ નથી ?! જમણી બાજુની તસ્વીર એ ઝાંબાજ સૈનિકોની છે જેમણે દેશ માટેજાનની બાજી લગાવી દીધી છે ! જેમાં ડાબી બાજુથી આંધ્રપ્રદેશના ૨૭ વર્ષના મુરલી નાઈક છે !
બીજી તસ્વીર હરિયાણાના દિનેશકુમાર શર્માની છે ! બી.એસ.એફ. સબ ઈન્સ્પેકટર શ્રી મોહંમદ ઈમ્તીયાઝની છે જયારે ચોથી તસ્વીર હિમાચલ પ્રદેશના સુબેદાર મેજર પવનકુમારની છે !
અને ૨૦ થી વધુ નિર્દાેષ નાગરિકોએ જાન ગુમાવ્યા છે અને આઈ.એ.એસ. અધિકારીને પણ ભારતે ખોયા છે ! ત્યારે અમેરિકા ભારત-પાકિસ્તાનને મદદ કરનાર તુર્કીયને ૨૨.૫ કરોડ ડાલરની મિસાઈલ સોદો કર્યાે છે ! વિશ્વમાં કોઈ, કોઈનું મિત્ર નથી બધાં જ શસ્ત્રોના સોદાગરો છૈ ! જે ભારતને પણ શસ્ત્રો લેવા મજબુર કરી રહ્યા છે ! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
શ્રીમતી ઈન્દિરા ગાંધી અને અટલ બિહારી બાજપાઈએ અમેરિકાને રામ, રામ કરી દીધા હતાં !
બ્રિટીસ મહિલા વડાપ્રધાન માર્ગિરટ થેચર કહે છે કે, “લડાઈ જીતવા માટે તમારે એક કરતા વધુ વખત લડવા પણ ઉતરવું પડે”!! જર્મનીના લોહપુરૂષ અને ચાન્સેલર ઓટોવાન બિસ્માર્ક કહે છે કે, “યુદ્ધમાં તો આક્રમણ જ હોય, સરંક્ષણાત્મક યુદ્ધ એ તો મૃત્યુના ભયથી આપઘાત કરી લેવા જેવી વાત છે”! ભારતમાં ઘુસીને નિર્દાેષ લોકોને તેમનો “ધર્મ” પુછીને હત્યા કરીને આંતકવાદીઓ ફરાર થઈ ગયા !
લશ્કર અને પોલીસ કાÂશ્મરના પહાડો અને જંગલો ખુંદી વળ્યા ભારતે આપરેશન સિંદુર હાથ ધર્યુ ! પરંતુ સિંદુર ઉજાડનારા પકડાયા નહીં અને સિંદુર ઉજાડનારા આંતકવાદના આકાઓ જીવિત છે, પાકિસ્તાન પાસે તેમને સોંપી દેવા માંગ કરાઈ નથી !
અમેરિકાએ પશ્ચિમ પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમ્યાન અમેરિકાએ અને ચીને સામા વળતા પગલાની ધમકી આપી અને અમેરિકન પ્રમુખ રીચાર્ડ નિકસને તો બંગાળના અખાતમાં જગપ્રસિધ્ધ સાતમા નૌકા કાફલો પાકિસ્તાનની મદદે મોકલી આપ્યો હતો ! પરંતુ વડાપ્રધાન તરીકે શ્રીમતી ઈન્દિરા ગાંધી અમેરિકાના રાજકીય ચક્રવ્યુહ સામે ઝુકયા નહીં અને પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખ્યા માટે આજે હિન્દુસ્તાનની પ્રજા તેમને ટવીટ કરી યાદ કરવા લાગ્યા છે !!
ભારતના વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ ૧૯૭૧ માં કહેલું કે, “મુઠ્ઠી પણ વાળવી છે અને હાથ પણ મિલાવવા છે તે શકય નથી”!! વડાપ્રધાને ૧૫ મી ઓગષ્ટ, ૧૯૭૦ માં કહેલું કે, આપણે જાહેર ક્ષેત્રને મજબુત બનાવવા પહેલા અમેરિકા પાસે ગયા ત્યાર પછી સોવિયન સંઘ (રશિયા) પાસે ગયા ! અને રશિયાએ મદદ કરી !
વર્ષ ૧૯૭૧ માં પશ્ચિમ પાકિસ્તાન સામેના યદ્ધમાં પણ અમેરિકા ૭ માં નૌકા કાફલા સાથે અમેરિકા પાકિસ્તાન સાથે ઉભું હતું ત્યારે ભારતે વર્ષ ૧૯૭૧ માં રશિયા સાથે મૈત્રી કરાર કર્યા અને રશિયાએ તેનો વિશ્વનો મોટો લશ્કરી નૌકા કાફલો મેદાનમાં ઉતારતા આખરે ઈન્દિરા ગાંધીના વૈશ્વિક રાજકીય મુત્સદ્દીગીરી સફળ થઈ અને વર્ષ ૧૯૭૧ માં પાકિસ્તાન આપણી સામેના યુદ્ધમાં શરમજનક રીતે હારી ગયું !
પાકિસ્તાનના ૯૩૦૦૦ સૈનિકોએ શરણાગતિ સ્વીકારી ! અને ભારતે ઐતિહાસિક સમજદારી દાખવી બધાંને પરત પશ્ચિમ પાકિસ્તાન પરત મોકલી આપ્યા ! આપણે પણ અમેરિકાના તે સમયના પ્રમુખ રિચાર્ડ નિકસન સામે ઝુકયા નહોતા ! ભારતના વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપાઈ પણ પાકિસ્તાન સામેના યુદ્ધમાં અમેરિકાની ધમકી સામે ઝુકયા નહોતા !
અમેરિકાના પ્રમુખ રિચાર્ડ નિકસનને વર્ષ ૧૯૭૧ માં ભારત વિરૂધ્ધ પાકિસ્તાનને મદદ કરવા ૭ મો નૌકા કાફલો મેદાનમાં ઉતાર્યાે ?! વર્ષ ૧૯૮૯ પછી જયોર્જ બુશે પરમાણું યુદ્ધનો ડર દેખાડી ભારતને રોકાઈ જવા કહ્યું અને ૨૦૨૫ માં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત – પાકિસ્તાનને વ્યવસાયિક ભય બતાવી અને પરમાણું શક્તિનો કથિત હાઉ દેખાડી ભારત – પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ કરાવવામાં સફળ થયા ????!
અમેરિકામાં ૨૦ મી જાન્યુઆરી, ૧૯૬૯ માં ચૂંટાયેલા પ્રમુખ રિચાર્ડ નિકસનનું વલણ પાકિસ્તાન તરફે હતું ! વર્ષ ૧૯૭૦ માં શ્રીમતી ઈન્દિરા ગાંધીએ ભારતમાં ઔદ્યોગિક વિકાસ માટે ટેકો માંગ્યો તો ના પાડી દીધી અને વર્ષ ૧૯૭૧ માં ૭ મો નૌકા કાફલો પાકિસ્તાનને મદદ કરવા ઉતારીને અમેરિકાએ પડકાર ફેકેલો ! ત્યારપછી અટલબિહારી બાજપાઈના કાર્યકાળ દરમ્યાન થયેલા કારગીલ યુદ્ધ સમયે પણ અમેરિકાના ૨૦ જાન્યુઆરી, ૧૯૮૯ માં ચૂંટાયેલા પ્રમુખ જયોર્જ બુશ પણ યુદ્ધ વિરામ કરાવવા પરમાણું યુદ્ધની પરોક્ષ રીતે ધમકી આપી
પરંતુ શ્રી બાજપાઈએ પણ આવી ધમકીને મજાક બનાવી કારગીલ યુદ્ધ જીત્યું હતું ! વર્ષ ૨૦૨૫ માં પાકિસ્તાને વારંવાર આંતકી હુમલાઓ કરાવી નિર્દાેષ ભારતીય નાગરિકોને નુકશાન પહોંચાડયું ! અને હિંસાનું તાંડવ ખેલ્યું તેની સામે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “ઓપરેશન સિંદુર” હાથ ધરી આંતકવાદીઓનો કચ્ચરઘાણ કાઢતાં ! પાકિસ્તાનની વિનંતીને માન આપીને ફરી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીઝ ફાયર” કરાવ્યું હોવાનો દાવો કર્યાે
અને તેની જાહેરાત પણ પોતે ત્રીજી સત્તા તરીકે કરી નાંખતા ભારત સરકાર મુંઝવણમાં મુકાઈ ગઈ !! આમ, અમેરિકન કેટલા પ્રમુખોની એવી નિતિ રહી છે કે, નિર્ણાયક ક્ષણે તેઓ ભારતની સાથે હોતા નથી ! ડોનાલ્ડ ટ્રમ્પ એ “પ્રમુખ” કરતા બીઝનેશમેન વધારે છે ! ટ્રમ્પ ફર્સ્ટ અમેરિકાની વાત કરતા હોય તો ભારતે “ફર્સ્ટ ઈન્ડિયા” ની વાત કરવી જોઈએ ! આ તો એવું થયું કે અમેરિકાની મરજી મુજબ વેપાર કરો ! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.