Western Times News

Gujarati News

ભારતને પાકિસ્તાન તેના અસ્તિત્વ માટે ખતરો માને છેઃ યુએસનો ગુપ્તચર અહેવાલ

નવી દિલ્હી, અમેરિકાના વિદેશ વિભાગના ગુપ્તચર અહેવાલમાં મોટો ખુલાસો કરાયો છે કે પાકિસ્તાન ભારતને તેના અસ્તિત્વ માટે ખતરો માને છે અને ભારતની લશ્કરી તાકાતને પહોંચી વળવા માટે અણુ શસ્ત્રો જેવા સામુહિક વિનાશના શસ્ત્રોનું આધુનિકરણ કરી રહ્યું છે. તેને આ માટે ચીન જેવા વિદેશી સપ્લાયર્સની મદદ મળી રહી છે.

બીજી તરફ ભારત પાકિસ્તાનને એક ગૌણ સુરક્ષા સમસ્યા માને છે.વૈશ્વિક ખતરા પરના વાર્ષિક મૂલ્યાંકન અહેવાલમાં યુએસ ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીએ જણાવ્યું છે કે પાકિસ્તાની સેના બેટલફીલ્ડ ન્યુક્લિયર શસ્ત્રો સહિત તેના લશ્કરી આધુનિકીકરણના પ્રયાસોને ચાલુ રાખશે.

પાકિસ્તાન ભારતને અસ્તિત્વ માટેનો ખતરો માને છે અને ભારતના પરંપરાગત લશ્કરી લાભને સરભર કરવા માટે યુદ્ધભૂમિ પરમાણુ શસ્ત્રોના વિકાસ સહિત તેના લશ્કરી આધુનિકીકરણના પ્રયાસોને ચાલુ રાખશે.

પાકિસ્તાન તેના પરમાણુ શસ્ત્રાગારનું આધુનિકીકરણ કરી રહ્યું છે અને તેની પરમાણુ સામગ્રી તથા પરમાણુ કમાન્ડ એન્ડ કંટ્રોલની સુરક્ષા જાળવી રહ્યું છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે પાકિસ્તાનને સામુહિક વિનાશના શસ્ત્રોની સામગ્રી વિદેશી સપ્લાયર્સ અને મધ્યસ્થીઓ પાસે લગભગ મેળવી લીધી છે.

આગામી વર્ષ દરમિયાન પાકિસ્તાની સૈન્યની ટોચની પ્રાથમિકતાઓમાં પ્રાદેશિક પડોશીઓ સાથે સરહદ પારની અથડામણો, તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને બલૂચ રાષ્ટ્રવાદી આતંકવાદીઓ દ્વારા વધતા હુમલાઓ, આતંકવાદ વિરોધી પ્રયાસો અને પરમાણુ આધુનિકીકરણ રહેવાની શક્યતા છે.

છેલ્લાં એક વર્ષમાં પાકિસ્તાનમાં દૈનિક ઓપરેશન્સ થયા હોવા થતાં આતંકવાદીઓએ ૨૦૨૪માં પાકિસ્તાનમાં ૨,૫૦૦થી વધુ લોકોની હત્યા કરી હતી. અહેવાલમાં જણાવ્યા મુજબ પાકિસ્તાન ચીનની આર્થિક અને લશ્કરી ખેરાતનો મુખ્ય પ્રાપ્તકર્તા દેશ છે. પાકિસ્તાનના સશસ્ત્ર દળોને ટેકો આપતી વિદેશી સામગ્રી અને ટેકનોલોજી મુખ્યત્વે ચીનના સપ્લાયર્સ પાસેથી મળવાની શક્યતા છે.

પાકિસ્તાની લશ્કરી દળો દર વર્ષે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) સાથે અનેક સંયુક્ત લશ્કરી કવાયતો કરે છે, જેમાં નવેમ્બર ૨૦૨૪માં પૂર્ણ થયેલી નવી હવાઈ કવાયતનો પણ સમાવેશ થાય છેયુએસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના પ્રોગ્રામને ટેકો આપતી વિદેશી સામગ્રી અને ટેકનોલોજી મુખ્યત્વે ચીનના સપ્લાયર્સ પાસેથી મેળવવામાં આવે છે અને કેટલીકવાર હોંગકોંગ, સિંગાપોર, તુર્કી અને સંયુક્ત આરબ અમીરાત મારફત ટ્રાન્સશિપ કરવામાં આવે છે.

જોકે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર પ્રોજેક્ટ્‌સ પર કામ કરતાં ચીનની કામદારોને ટાર્ગેટ કરીને આતંકવાદી હુમલાઓ થઈ રહ્યાં છે, જે બંને દેશો વચ્ચે ઘર્ષણના બિંદુ તરીકે ઉભરી આવ્યા છે. ૨૦૨૪માં પાકિસ્તાનમાં સાત ચીની નાગરિકોના આવા હુમલામાં મોત થયા હતાં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.