પાક.ની ક્રિકેટરે સટ્ટ દઈને માર્યો બોલ, અંપાયરે ગુસ્સામાં જર્સી ફેંકી દીધી
નવી દિલ્હી, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે દરમિયાન ઍક ઍવી ઘટના ઘટી હતી કે જેના કારણે પાકીસ્તાની ખેલાડીઓ પર ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાની ખેલાડીઓ ઘણી વખત ચર્ચાનું કારણ બનતા હોય છે પણ આ વખતે એક ક્રિકેટરે અમ્પાયરને બોલ મારી દીધો હતો.
જાે કે આ ઘટના અજાણતા બની હતી પણ ત્યાર પછી અમ્પાયર ગુસ્સે થઈ ગયા હતા. ઘટના કંઇક એમ બની હતી જે બીજી વન ડે મેચની ૩૬ મી ઓવરમાં હરીસ રોફ બોલિંગ કરી રહ્યો હતો ત્યારે નોન સ્ટ્રાઇકર એન્ડ પર ઉભેલા અમ્પાયર અલીમ દારને એક બોલ વાગ્યો હતો.
આ એક થ્રો હતો જે પાકીસ્તાની ફિલ્ડર વસિમે કર્યો હતો. વસીમનો થ્રો વાગ્યા બાદ અમ્પાયર અલીમ દારના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ જાેઈ શકાતો હતો. તેમણ હાથમાં રહેલી જર્સી પણ ફેંકી દીધી હતી. પણ પાકિસ્તાની ખેલાડીઓ અને કૉમેન્ટેટર આ ઘટના પર હસી રહ્યા હતાં.
પાક કેપ્ટન બાબર અઝમ આ ઘટનાના વીડિયોમાં હસી રહેલો દેખાઈ આવે છે. ફિલ્ડર મોહમ્મદ વસિમે આ બોલ ફેંક્યો હતો જે જઈને અલીમ દારને જમણા પગ પર જઈને વાગ્યો હતો. અલીમ દાર બાદમાં લંગડાઇ રહેલા પણ દેખાયા હતા. અને તેઓને બોલ વાગવાના કારણે ગુસ્સો આવ્યો હોવાનુ પણ જાેઈ શકાતું હતું. જાે કે બાદમાં ફાસ્ટ બોલર નસીમ શાહ અમ્પાયર અલીમ દારને મસાજ કરી આપતો દેખાયો હતો. ફિઝિયો ટીમ દ્વારા પેન કિલર સ્પ્રે પણ છાંટવામાં આવ્યો હતો.SS1MS