પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી આસીફ ઢીલા પડ્યા પાકિસ્તાન સુલેહ માટે તૈયાર

(એજન્સી)ઈસ્લામાબાદ, ‘ભારત જો લશ્કરી પગલાં લેશે તો તેનો કટ્ટર જવાબ આપવામાં આવશે’ તેમ કહેનારા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફ ‘ઓપરેશન સિંદૂર’ કે જેમાં બે મહિલા પાયલોટે તબાહી બોલાવી દીધી હતી, તે પછી ઢીલા પડી ગયા છે
તે તબાહી બોલાવનાર બે મહિલા પાયલોટ હતી તે પૈકીની એક પાયલોટ તો મુસ્લીમ હતી. ભારતે જાણી જોઈને એક મુસ્લીમ મહિલા પાયલોટ પણ મુકી હશે જેથી પાકિસ્તાનની આંખ ઉઘડે.બ્લુમ્બર્ગ ટીવીને આપેલી મુલાકાતમાં આજે (બુધવારે) ખ્વાજા આસીફનું વલણ તદ્દન બદલાયેલું લાગતું હતું. તેઓએ ભારત સાથે તંગદિલી ઘટાડવાના સ્પષ્ટ સંકેતો આપ્યા હતા.
નિરીક્ષકોનું માનવું છે કે, ‘ઓપરેશન સિંદૂર’ પછી પાકિસ્તાન હોસ્ટિલિરી (વિરોધ) સમેટી લેવા તૈયાર છે. પૂર્વે કરેલાં કથન પછી પાછા પગલાં ભરતા તેઓએ કહ્યું હતું કે મંત્રણા માટે દ્વાર ખુલ્લાં જ છે. આમ છતાં ભારત પાકિસ્તાન વચ્ચે એપ્રિલ ૨૨માં થયેલા આતંકી હુમલા પછી વધેલી તંગદિલી વિષે તેઓએ કહ્યું હતું કે, ‘આ હુમલો ભારતે જ કરાવ્યો હતો તેમ છતાં જો ભારત પાછા પગલાં ભરવા તૈયાર હોય તો અમારે માત્ર તેનો યોગ્ય પ્રત્યુત્તર જ આપવાનો રહે છે.’
અમો આ તો છેલ્લા પંદર દિવસથી કહી રહ્યા છીએ કે અમે ભારત વિરૂદ્ધ કદી કશું કર્યું જ નથી પરંતુ જો અમારી ઉપર હુમલો થશે તો અમે વળતો જવાબ આપીશું જ. જો ભારત સમજવા તૈયાર થશે તો અમે આ પ્રશ્નને સમેટી લેવા તૈયાર જ છીએ.
ટૂંકમાં એક સમયે આ દિવસ પૂર્વે સુધી ભારતને કટ્ટર જવાબ આપવાની વાત કરનારા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફનો ટોન ઓપરેશન સિંદૂર પછી એકાએક બદલાઈ ગયું હતું.