Western Times News

Gujarati News

દેવામાં ડૂબેલું પાકિસ્તાન અમેરિકામાં આવેલું તેનું દૂતાવાસ વેચશે

પાકિસ્તાનનું આ દૂતાવાસ વોશિંગ્ટનના પોશ વિસ્તારમાં છે અને તેની કુલ કિંમત ૫૦થી ૬૦ લાખ ડોલર છે.

(એજન્સી)ઈસ્લામાબાદ, દેવામાં ડૂબેલુ પાકિસ્તાન ચારેતરફ ઘેરાઈ રહ્યુ છે. એક તરફ તે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યુ છે તો બીજી તરફ આંતરિક કંકાસથી પરેશાન છે. દરમિયાન પાકિસ્તાને પોતાને દેવામાંથી બહાર કાઢવા માટે અમેરિકા સ્થિત પોતાના જૂના દૂતાવાસની ઈમારતને વેચવાનો ર્નિણય કર્યો છે.

રિપોર્ટ અનુસાર અમેરિકાના વોશિંગ્ટન સ્થિત પાકિસ્તાનના જૂના દૂતાવાસની ઈમારતને વેચવા માટે તેને તાત્કાલિક ઓફિસમાંથી મંજૂરી પણ મળી ગઈ છે. પાકિસ્તાનનું આ દૂતાવાસ છેલ્લા ૧૫ દિવસથી ખાલી પડેલુ છે. પાકિસ્તાનનું આ દૂતાવાસ વોશિંગ્ટનના પોશ વિસ્તારમાં છે અને તેની કુલ કિંમત ૫૦થી ૬૦ લાખ ડોલર છે.

પાકિસ્તાને પોતાની કથળી રહેલી હાલતને જાેતા આને વેચવાનો ર્નિણય કર્યો છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા છેલ્લા કેટલાક સમયથી ખૂબ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. દેશમાં મોંઘવારી ઐતિહાસિક રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.

દેશનું વિદેશી ચલણ ભંડાર પણ ૬.૭ અરબ ડોલર સુધી નીચે પટકાયો છે. પાકિસ્તાની ચલણનું સતત અવમૂલ્યન થઈ રહ્યુ છે. દરમિયાન તે એક ડોલર ૨૨૪.૬૩ પાકિસ્તાની રૂપિયામાં ખરીદી રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.