પાકિસ્તાનને ૨૦૦૦ વર્ષ જૂના સિક્કાનો ખજાનો મળ્યો
નવી દિલ્હી, પાકિસ્તાનમાં ૨૦૦૦ વર્ષ જૂના સિક્કાઓનો એક અત્યંત દુર્લભ ખજાનો મળી આવ્યો છે. જે આર્કિયોલોજીસ્ટને પ્રાચીન સ્થળ મોહેનજાે-દડો પર બનેલા બૌદ્ધ મંદિરના ખંડેરોમાં મળ્યાં છે. મળી આવેલા આ સિક્કા તાંબાના છે, જેને કુષાણ સામ્રાજ્યના સમયના જણાવવામાં આવી રહ્યા છે, કુષાણ સામ્રાજ્ય દરમિયાન બૌદ્ધ ધર્મનો ઘણો પ્રસાર થયો હતો. બૌદ્ધ મંદિરને સ્તૂપ પણ કહેવામાં આવે છે.
લાઇવસાયન્સના રિપોર્ટ અનુસાર, જે બૌદ્ધ મંદિરમાં આ સિક્કા મળ્યા છે, તે હવે દક્ષિણપૂર્વ પાકિસ્તાનમાં મોહેન-જાે-દડોના વિશાળ ખંડેરોની વચ્ચે સ્થિત છે. જે લગભગ ૨૬૦૦ ઈસા પૂર્વનો છે. આર્કિયોલોજીસ્ટ અને ગાઈડ શેખ જાવેદ અલી સિંધીએ જણાવ્યું, ‘લગભગ ૧૬૦૦ વર્ષ બાદ મોહેન-જાે-દડો’ના પતન બાદ તેના ખંડેરો પર સ્તૂપનું નિર્માણ કર્યુ હતું. શેખ જાવેદ અલી સિંધી પણ તે ટીમનો ભાગ હતો જેણે મોહેં-જાે-દડો ખાતે દિવાલ ધરાશાયી થયા બાદ ખોદકામ દરમિયાન સિક્કાઓનો ભંડાર મળી આવ્યો હતો.
ખોદકામ દરમિયાન મોહેન-જાે-દડો સ્થળ પર આર્કિયોલોજી ડિરેક્ટર સૈયદ શાકિર શાહના નેતૃત્વમાં કર્યુ હતું. સિંધીએ કહ્યું, સિક્કાને હવે આર્કિયોલોજીકલ લેબોરેટરીમાં સાવધાનીપૂર્વક સાફ કરવામાં આવશે. મળી આવેલા કુષાણ કાલીન આ સિક્કાનો રંગ લીલો છે, કારણકે હવાના સંપર્કમાં આવવાથી તાંબુ ખરાબ થઈ જાય છે. સદીઓથી દબાયેલા હોવાના કારણે સિક્કા એક ગોળાકાર ઢગલામાં બદલાઈ ગયા છે. જેનું વજન લગભગ ૫.૫ કિલો છે, પરંતુ કેટલાક સિક્કાઓ અલગથી મળી આવ્યા છે. સિંધીએ કહ્યું કે મળી આવેલા સિક્કાઓની સંખ્યા કદાચ ૧,૦૦૦ થી ૧,૫૦૦ છે.
તેમણે કહ્યું કે, ભંડારના કેટલાક બહારના સિક્કામાં એક ખડી આકૃતિ છે, જેના વિશે રિસર્ચર્સનું માનવું છે કે આ સંભવતઃ કુષાણ રાજાની હોય શકે છે. સિંધીએ કહ્યું કે આ સિક્કાઓ ૧૯૩૧ પછી સ્તૂપના ખંડેરમાંથી ખોદવામાં આવેલી પ્રથમ કલાકૃતિ છે. જ્યારે બ્રિટિશ પુરાતત્વવિદ અર્નેસ્ટ મેકેએ ત્યાં ૧,૦૦૦ થી વધુ તાંબાના સિક્કા શોધી કાઢ્યા હતા. ૧૯૨૦ના દાયકામાં સ્તૂપમાં અન્ય સિક્કાઓ મળી આવ્યા હતા.SS1MS