પાકિસ્તાન સરકારે હજુ સુધી ક્રિકેટ ટીમને ભારત જવાની મંજૂરી આપી નથીઃ PCB
(એજન્સી)નવી દિલ્હી, ICCએ ગઈકાલે વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ના શેડ્યૂલની જાહેરાત કરી હતી, પરંતુ પીસીબીહજુ પણ આ મેગા ઇવેન્ટ માટે તેની ટીમને ભારત મોકલવા અંગે આશંકિત છે. જાે કે આઈસીસીને વિશ્વાસ છે કે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ ૨૦૨૩ માટે ચોક્કસપણે ભારત આવશે. Pakistan Govt not yet allowed cricket team to go to India: PCB
ICCએ પીસીબીની ચેન્નઈ અને બેંગલુરુમાં અલગ-અલગ ટીમો સામે મેચ ન યોજવાની માંગને પણ ઠુકરાવી દીધી હતી. વાસ્તવમાં પીસીબી ચેન્નઈની પીચ પર અફઘાનિસ્તાન સામે અને બેંગલુરુંમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવા માંગતી ન હતી. વર્લ્ડ કપ ૨૦૨૩માં રમવા માટે પાકિસ્તાનનો આઈસીસીસાથે કરાર છે અને આઈસીસીને ખાતરી છે કે પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપ રમવા ભારત આવશે.
આઈસીસીના પ્રવક્તાએ કહ્યું કે તમામ સંલગ્ન દેશો તેમના દેશના નિયમોથી બંધાયેલા છે અને અમે તેનું સન્માન કરીએ છીએ. પરંતુ અમને ખાતરી છે કે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ રમવા ભારત જશે. પાકિસ્તાની ટીમ છેલ્લે ભારતમાં વર્ષ ૨૦૨૦માં ટી૨૦ વર્લ્ડ કપ રમવા આવી હતી.
વર્લ્ડ કપ ૨૦૨૩ના શેડ્યૂલની જાહેરાત પછી તરત જ પીસીબીએ સ્પષ્ટ કર્યું છે કે મેગા ઇવેન્ટમાં પાકિસ્તાનની ભાગીદારી સરકારની મંજૂરીને આધીન છે. પીસીબીના અધિકારીએ કહ્યું હતું કે વર્લ્ડ કપમાં અમારી ભાગીદારી અને ક્વોલિફાય થયા પછી ૧૫ ઓક્ટોબરે અમદાવાદ અથવા મુંબઈમાં અમારું રમવું સંપૂર્ણપણે સરકારની મંજૂરી પર ર્નિભર રહેશે.
સરકારે હજુ સુધી બોર્ડને ભારત પ્રવાસ માટે એનઓસીજારી કર્યું નથી. હવે આ એક સંવેદનશીલ મામલો હોવાથી સરકાર તરફથી માર્ગદર્શિકા મળ્યા બાદ જ બોર્ડ આ અંગે આગળ વધી શકે છે.