ભારતના ટાઈગરને આખું વર્ષ શોધતું રહ્યુ પાકિસ્તાન
નવી દિલ્હી, વર્ષ ૨૦૨૩ તેના અંતિમ તબક્કામાં છે. નવા વર્ષ પહેલા દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્ચ એન્જિન ગૂગલે સૌથી વધુ સર્ચ થયેલી વસ્તુઓની યાદી બહાર પાડી છે. ગૂગલે વિવિધ દેશોમાં સૌથી વધુ સર્ચ કરાયેલા વિષયોની યાદી બહાર પાડી છે.
જેમાં ભારતના ટાઈગરને પાકિસ્તાનમાં જાહેર કરવામાં આવેલા ટોપ ૧૦ ક્રિકેટર્સ અને મીડિયા સેન્સેશન્સની યાદીમાં પણ સ્થાન મળ્યું છે. કોણ છે આ ભારતીય ટાઇગર જેને પાકિસ્તાનમાં આટલું બધું સર્ચ કરવામાં આવ્યું છે? ચાલો જાણીએ સંપૂર્ણ સમાચાર.
ભારતીય એક્ટર જેકી શ્રૉફનો એકમાત્ર પુત્ર ટાઈગર શ્રોફ બોલિવૂડમાં પોતાનું એક નામ બનાવી ચુક્યો છે. આ વખતે તેને પાકિસ્તાનમાં ખૂબ જ સર્ચ કરવામાં આવ્યું છે. જાેકે, ટાઈગર શ્રૉફની આ વર્ષે કોઈ મોટી ફિલ્મ નથી આવી.
પરંતુ, તેમ છતાં તે પાકિસ્તાનમાં ગૂગલ દ્વારા રજૂ કરવામાં આવેલી મોસ્ટ સર્ચ લિસ્ટમાં ટૉપ ૧૦માં સામેલ હતાં. ટાઈગર શ્રૉફની આ વર્ષે એક ફિલ્મ આવી હતી ‘ગણપત’. તે પણ ફ્લોપ રહી હતી. ભલે જ ટાઈગરની ફિલ્મ ફ્લોપ રહી હોય પરંતુ, પાકિસ્તાનમાં હિટ રહી હતી.
ટાઈગર શ્રૉફની આવનારી ફિલ્મોની વાત કરીએ તો તેણે સિંઘમ ૩, બડે મિયાં છોટે મિયાં, મિશન ઈગલ અને રેમ્બો જેવી ફિલ્મોમાં સામેલ છે. ભારતીય અભિનેતા ટાઈગર શ્રૉફ ચોક્કસપણે પાકિસ્તાનમાં ગૂગલ દ્વારા બહાર પાડવામાં આવેલી સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી યાદીમાં છે.
આ લિસ્ટમાં ભારતનો યુવા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ પણ સામેલ છે. ટોપ ૧૦માં ટાઇગર શ્રૉફ ત્રીજા નંબરે જ્યારે શુભમન ગિલ આઠમા નંબરે હાજર હતો. શુભમન ગિલ માટે વર્ષ ૨૦૨૩ શાનદાર વર્ષ હતું. આ વર્ષે શુભમન ગિલ ઓડીઆઈ રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન પણ બન્યો છે.
તેણે આ વર્ષે વનડેમાં સૌથી વધુ રન પણ બનાવ્યા હતા. આ જ કારણ હતું કે ગૂગલ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં તેને પાકિસ્તાનમાં ટૉપ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો હતો. SS1SS