પાક.ને ચોમાસા સિવાય સતલજ-બિયાસનું પાણી અપાતું નથી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Pak-1024x768.webp)
નવી દિલ્હી, ભારત-પાકિસ્તાન વચ્ચે નદીના પાણી અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું કે, ચોમાસા જેવા કેટલાક દુર્લભ કિસ્સાઓ સિવાય ભારત સામાન્ય પરિસ્થિતિઓમાં સતલજ અને બિયાસ નદીઓનું પાણી પાકિસ્તાનને આપતું નથી.
કેન્દ્રીય જળ શક્તિ રાજ્યમંત્રી રાજભૂષણ ચૌધરીએ આ મામલે લોકસભામાં લેખિત જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે માત્ર ચોમાસા દરમિયાન જ્યારે ભારે વરસાદને કારણે જળાશયોનું પાણીનું સ્તર વધે છે, ત્યારે સતલજ અને બિયાસ નદીઓનું પાણી પાકિસ્તાનને આપવામાં આવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, આવી પરિસ્થિતિ અપવાદરૂપ પરિસ્થિતિઓમાં અથવા ટૂંકા ગાળાના ચોમાસા દરમિયાન ઊભી થઈ શકે છે જ્યારે ડેમો દ્વારા સંગ્રહિત પાણીનું સ્તર ખૂબ વધી થઈ જાય છે અને ડેમની સલામતી માટે પાણી છોડવાની જરૂર પડે છે.
મહત્વનું છે કે, ૧૯૬૦ની સિંધુ જળ સંધિ હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે મુજબ ભારતને સતલજ, બિયાસ અને રાવી નદીઓના પાણી પર નિયંત્રણ રાખવાનો અધિકાર છે.SS1MS