Western Times News

Gujarati News

જ્યોતિએ ફોલોઅર્સ અને વ્યૂઝ વધારવા અને પાકિસ્તાનની છબી સુધારવા વિડીયો બનાવ્યા

જ્યોતિ મલ્હાત્રાએ પહેલી વાર પાકિસ્તાનની મુલાકાત લીધા બાદ ખાસ વિઝા મેળવ્યા હતા

પાકિસ્તાનની સકારાત્મક છબી બનાવવા અને ભારતમાં પાકિસ્તાન વિરોધી કથા બદલવા માટે વીડિયો બનાવવાનું ચાલુ રાખ્યું હતું

નવી દિલ્હી, દેશ સાથે ગદ્દારી કરીને પાકિસ્તાન માટે જાસૂસી કરનારી જ્યોતિ મલ્હાત્રાએ પહેલી વાર પાકિસ્તાનની મુલાકાત લીધા બાદ ખાસ વિઝા મેળવ્યા હતા, જેને પાકિસ્તાન ગૃહ મંત્રાલયે મંજૂરી આપી હતી. પોલીસનું માનવું છે કે જ્યોતિએ જાણી જોઈને ૈંજીં ને ટેકો આપ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યોતિ મલ્હાત્રા જાણતી હતી કે , છતાં તેણે ફોલોઅર્સ અને વ્યૂઝ વધારવા, પાકિસ્તાનની સકારાત્મક છબી બનાવવા અને ભારતમાં પાકિસ્તાન વિરોધી કથા બદલવા માટે વીડિયો બનાવવાનું ચાલુ રાખ્યું હતું Pakistan Police used to halt traffic for YouTuber Jyoti Malhotra

જ્યોતિના ગેજેટ્‌સના ફોરેન્સિક રિપોર્ટ મુજબ, જ્યોતિ ચાર પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓના સંપર્કમાં હતી. જ્યોતિને આ વિશે સંપૂર્ણ માહિતી હતી. ડિજિટલ પુરાવાઓથી સ્પષ્ટ થયું કે જ્યોતિ કોઈ ગ્રુપ ચેટમાં સામેલ નહોતી, પરંતુ ફક્ત એક-એક વાતચીતમાં જ સામેલ હતી.

ડિજિટલ ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યોતિ દાનિશની નજીક હતી. જોકે, પોલીસને અત્યંત સંવેદનશીલ માહિતી લીક થવાના કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસ જ્યોતિને મળેલા ભંડોળના સ્ત્રોતની પણ તપાસ કરી રહી છે. જ્યોતિ મલ્હાત્રાના મોબાઇલ-લેપટોપમાંથી ૧૨ ટેરાબાઇટ  ડેટા મળી આવ્યો છે. તેમાં ઘણા બધા વીડિયો છે. પોલીસ પહેલા ડિજિટલ પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે. આમાં ઓછામાં ઓછા ૧૦ દિવસ લાગી શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને, પોલીસે સોમવારે કોર્ટમાં રિમાન્ડ માંગ્યા નહોતા.

જ્યોતિ મલ્હાત્રાના પાકિસ્તાન પ્રવાસનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આમાં તે લાહોરના અનારકલી બજારમાં ૬ ગાર્ડ સાથે છદ્ભ-૪૭ લઈને ફરતી જોવા મળે છે.

સ્કોટિશ યુટ્યુબર કેલમ મિલે પોતાની ચેનલ પર આ વીડિયો અપલોડ કર્યો છે. જ્યોતિએ પણ આ વીડિયો પોતાની ચેનલ પર “ઈન્ડિયન ગર્લ ઇન લાહોર પાકિસ્તાન, હાઉ આર યુ પાકિસ્તાની” શીર્ષક સાથે અપલોડ કર્યો હતો.

જ્યોતિ મલ્હાત્રા એક ભારતીય યુટ્યુબર અને ટ્રાવેલ બ્લોગર છે જે હરિયાણાના હિસાર જિલ્લાની વતની છે. તે તેની યુટ્યુબ ચેનલ ‘ટ્રાવેલ વિથ જો’ દ્વારા ટ્રાવેલ વ્લોગ બનાવે છે અને સોશિયલ મીડિયા પર સક્રિય છે. તેની યુટ્યુબ ચેનલ પર લાખો સબ્સ્ક્રાઇબર્સ છે. તેણીએ કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી બી.એ. પૂર્ણ કર્યું છે અને તેની ઉંમર ૩૩ વર્ષ છે અને અપરિણીત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.