Western Times News

Gujarati News

આતંકી યાસીન મ લિકની પત્ની ઉપર પાકિસ્તાન મહેરબાન

યાસીન મલિકની પત્ની બનશે કેબિનેટ મિનિસ્ટર

કાકરની કેબિનેટમાં કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈનને સલાહકાર બનાવાયા છે

ઇસ્લામાબાદ, કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિક ભારતની જેલમાં બંધ છે. ટેરર ફન્ડિંગ કેસમાં દોષી સાબિત થનાર યાસીન મલિકની પત્નીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈનને પાકિસ્તાને પોતાની સલાહકાર બનાવી છે.Pakistan mercy on wife of terrorist Yasin Malik

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે રાજીનામું આપી દીધુ છે. ત્યારબાદ અનવર ઉલ હક કાકરને દેશના કેરટેકર પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. કાકરની કેબિનેટમાં મુશાલ હુસૈન હવે માનવાધિકાર સાથે જાેડાયેલા મામલામાં પીએમની મદદ કરશે.યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન પાકિસ્તાનની રહેવાસી છે. પાકિસ્તાનના નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો પાસે મુશાલ સતત પોતાના પતિ યાસીનને છોડાવવા માટે અપીલ કરી રહી છે.

મુશાલ હુસૈનનું કહેવું છે કે યાસીન મલિક નિર્દોષ છે. મુશાલની માતા પાકિસ્તાની મુસ્લિમ લીગની મહિલા એકમની પૂર્વ મહાસચિવના રૂપમાં કામ કરી ચુકી છે. મુશાલના ભાઈ હૈદર અલી મલિક અમેરિકામાં પ્રોફેસર તરીકે ભણાવે છે. તમને જણાવી દઈએ કે મુશાલ પીસ એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશનના ચેરપર્સનના રૂપમાં કામ કરે છે, જે એક પાકિસ્તાની ઓર્ગેનાઇઝેશન છે. પીસ એન્ડ કલ્ચર સંગઠન વૈશ્વિક શાંતિ અને પ્રેમને પ્રમોટ કરવાનું કામ કરે છે.

વર્ષ ૨૦૦૫માં યાસીન મલિક અને મુશાલની મુલાકાત ઇસ્લામાબાદમાં થઈ હતી. આ દરમિયાન અલગાવવાદી નેતા પોતાની સેપરેટિસ્ટ મૂવમેન્ટના સપોર્ટમાં સમર્થન માટે પાકિસ્તાન પહોંચ્યો હતો. અહીં યાસીને ફૈઝ અહમદ ફૈઝની નઝ્‌મ વાંચી હતી. ત્યારબાદ બંને વચ્ચે મુલાકાત થઈ રહી અને ૨૦૦૯માં યાસીને મુશાલ સાથે લગ્ન કરી લીધા હતા. નોંધનીય છે કે યાસીન અને મુશાલની ઉંમરમાં ૨૦ વર્ષનું અંતર છે. હાલમાં યાસીન મલિક દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.