Western Times News

Gujarati News

Pakistan: Petrol ૨૭૨, Diesel ૨૮૦ રૂપિયા, ચિકન ૭૨૦ પર પહોંચ્યું

પ્રતિકાત્મક

નવી દિલ્હી, પાકિસ્તાનમાં મોંઘવારી ચરમસીમાએ છે અને સામાન્ય માણસ ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ગયા છે. આ દરમિયાન પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકારે ફરી પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. Petrol diesel price hike in pakistan

પેટ્રોલની કિંમત ૨૭૨ પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત ૧૭.૨૦ પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર વધીને ૨૮૦ પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

સામાન્ય માણસ પહેલાથી જ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારા સામે ઝઝૂમી રહ્યો છે, તેમ છતાં તેનાથી તેની સમસ્યાઓમાં વધારો થયો છે. પાકિસ્તાન નેશનલ એસેમ્બલી દ્વારા આર્થિક સંકટને હળવી કરવા માટે ૧૭,૦૦૦ કરોડની આવક વધારવામાં મદદ કરવા માટે ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સને વધારીને ૧૮ ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યાના કલાકો બાદ શેહબાઝ શરીફ સરકારનું આ પગલું આવ્યું છે.

પાકિસ્તાન ફાઇનાન્સ ડિવિઝને કહ્યું કે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર ૨૨.૨૦ પાકિસ્તાની રૂપિયા વધીને ૨૭૨ પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટરની નવી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે.

કેરોસીન તેલની કિંમત હવે ૨૦૨.૭૩ પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર થશે. લાઇટ ડીઝલ તેલની કિંમત ૧૯૬.૬૮ રૂપિયા પ્રતિ લીટર થશે. તેલના ભાવમાં વધારો એ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની પૂર્વ શરતોમાંની એક હતી, જેના કારણે ફુગાવો વધી રહ્યો છે.

રોજબરોજની વપરાતી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. દૂધની કિંમત ૨૧૦ પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર છે અને ચિકન મીટ ૭૮૦ પાકિસ્તાની રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે.

બુધવારે, મૂડીઝ એનાલિટિક્સના વરિષ્ઠ અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં ફુગાવો આ વર્ષના પ્રથમ છ મહિનામાં સરેરાશ ૩૩ ટકા રહી શકે છે. વરિષ્ઠ અર્થશાસ્ત્રી કેટરિના એલ કહે છે, “અમારું માનવું છે કે એકલા IMF બેલઆઉટ અર્થતંત્રને પાટા પર લાવવા માટે પૂરતું નથી. અર્થતંત્રને ખરેખર સતત અને મજબૂત આર્થિક વ્યવસ્થાપનની જરૂર છે.”

ઇસ્લામાબાદે રાહત ભંડોળ મેળવવા માટે IMF સાથે વાતચીત કરી છે કારણ કે તેની પાસે માત્ર ત્રણ અઠવાડિયાની આયાતને પહોંચી વળવા માટે અનામત છે. નાણાપ્રધાન ઈશાક ડાર દ્વારા પાકિસ્તાન એસેમ્બલીમાં રજૂ કરાયેલ પૂરક બિલ બજેટની અસરને ઘટાડવા ઘઉં, ચોખા, દૂધ અને માંસ જેવી દૈનિક ઉપયોગની વસ્તુઓમાંથી GST છૂટનો પ્રસ્તાવ છે.

pakistan economy


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.