જુદા જુદા બળવાખોર સંગઠનોએ હાથ મિલાવતા પાકિસ્તાનના ટુકડા થવાનું જોખમ

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ હાઇજેકની ઘટના બાદ ગૃહયુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ટ્રેન હાઇજેક કરનારી બલોચ લિબરેશન આર્મી (બીએલએ)એ પાક.ની સરકારને ચેતવણી આપી હતી જોકે તેના પર વડાપ્રધાન શહબાઝ શરીફે ધ્યાન ના આપ્યું, હવે આ ટ્રેન હાઇજેકને અંજામ આપનારી બલોચ આર્મીએ એવો પ્લાન ઘડયો છે કે જેનાથી પાક.ના ટુકડા થઇ શકે છે અને તેને પાક. સેના કે વડાપ્રધાન શરીફ પણ નહી રોકી શકે.
ઝાફર એક્સપ્રેસને હાઇજેક કર્યા બાદ બળવાખોરોએ પાક. સરકાર સમક્ષ માગણી રાખી હતી અને બલોચ નેતાઓ, એક્ટિવિસ્ટ્સ, પત્રકાર વગેરેને ૪૮ કલાકમાં છોડવામાં આવે નહીં તો બંધક સૈનિકોને ઠાર મારવામાં આવશે.
આ માગણીઓનો સ્વીકાર ના થતા પાક. સેનાના ૨૦૦થી વધુ સૈનિકોને બળવાખોરોએ ઠાર કર્યા હતા. હાઇજેક અને સૈનિકોને છોડાવવામાં પાક. સરકારની નિષ્ફળતા અને નબળાઇ સામે આવી છે. આ સમગ્ર ઘટનાક્રમમાં બલોચ આર્મી સફળ રહી હતી જેને પગલે હવે પાક.ના અન્ય પાંતો સુધી આ બળવાની આગ પહોંચી રહી છે.
બલુચિસ્તાન લિબરેશન ળન્ટ, બલોચ રિપબ્લિકન ગાડ્ર્સ સહિતના બલુચિસ્તાનના બળવાખોર સંગઠનોએ હાથ મિલાવી લીધા છે. હવે તેમાં સિંધની વિદ્રોહી સેના સિંધદેશ રિવોલ્યૂશનરી આર્મી સામેલ થઇ હોવાના અહેવાલો છે. જેને કારણે માત્ર પાકિસ્તાન જ નહીં ચીનમાં પણ હલચલ તેજ થઇ ગઇ છે.
બીજી તરફ અફઘાનિસ્તાન હાલ પાક.માં બળવો કરનારાઓને ખુલ્લુ સમર્થન આપી રહ્યું છે, એટલુ જ નહીં તેમને હુમલા વગેરે માટે તૈયાર કરવા તાલિમ પણ આપી રહ્યું છે.
આ માહિતી પાકિસ્તાને જ આપી હતી. ગત શુક્રવારે ખૈબર પ્રાંતમાં દક્ષિણી વજીરિસ્તાનમાં એક મસ્જિદ પર હુમલો થયો હતો, જેના આરોપ ટીટીપી પર લગાવાઇ રહ્યા છે. એક તરફ બલુચિસ્તાનના બળવાખોરો બીજી તરફ સિંધમાં વિદ્રોહી સેના સક્રિય છે ત્યારે ખૈબર પ્રાંતમાં અફઘાનિસ્તાન સમર્થિત સંગઠનો સક્રિય છે. જેને પગલે હાલ પાકિસ્તાન અનેક તરફથી બળવાનો સામનો કરી રહ્યું છે.
બળવાખોરો ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એટલે કે સીપેક અને ગ્વાદર પોર્ટમાંથી ચીનને બહાર નીકળી જવાની ચેતવણી આપી ચુક્યું છે. તેથી બળવાખોરો પાકિસ્તાન જ નહીં ચીન સામે પણ હાલ અભિયાન ચલાવી રહ્યા છે.
સંરક્ષણ બાબતોના નિષ્ણાતોનું માનવુ છે કે પાક. સેના પર સતત થઇ રહેલા હુમલાથી સ્પષ્ટ થાય છે કે પાક. સેનાના કાફલા સુરક્ષિત નથી. સતત હુમલાને પગલે ચીને અશાંત વિસ્તારોમાં રોકાણ પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે. બળવાખોરોથી હાલ પાક. એટલુ ડરેલુ છે કે ચીની પ્રોજેક્ટ ચીન-પાક. ઇકોનોમિક કોરિડોર (સીપેક)ની સુરક્ષા માટે ૪૦ હજાર સૈનિકોને તૈનાત કરી રાખ્યા છે.
તેમ છતા હાલ હુમલા થઇ રહ્યા છે. પાક. સેના ખુદની જ સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે એવામાં ચીનને હવે પાક. પર વિશ્વાસ નથી રહ્યો અને તેથી કરોડોના પ્રોજેક્ટ પણ લટકી પડયા છે. પાકિસ્તાન હાલ બળવાખોરો સામે મોટુ સૈન્ય અભિયાન ચલાવવા દબાણ કરી રહ્યું છે.SS1MS