પાકિસ્તાનને એક ટીપું પણ પાણી નહીં મળે-સિંધુ જળ સંધિ રદની જાહેરાતનો અમલ શરૂ

ઇન્ડિગો એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લોકોને પૈસા પાછા આપવામાં આવશે. ફ્લાઇટ્સ ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે.
(એજન્સી)નવી દિલ્હી, સિંધુ જળ કરાર પર અમલ શરૂ થઈ ગયો છે. પાકિસ્તાનને તરસ્યું મારવા માટે જળશક્તિમંત્રી પાટીલે એક મોટું નિવેદન આપ્યું છે, પાટીલે શાહ સાથેની મિટિંગમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનને એકપણ ટીપું પાણી નહીં મળે.
પહેલગામ હુમલા પછી ભારતે લીધેલાં પગલાંમાં સૌથી મોટો નિર્ણય સિંધુ જળ કરારને રોકવાનો છે. પાકિસ્તાનની ખેતી, પીવાના પાણી અને વીજળી ઉત્પાદનનો મોટો ભાગ આ પાણી પર આધાર છે. બંને દેશો વચ્ચે ત્રણ યુદ્ધ થયાં છતાં ભારતે આ કરાર જાળવી રાખ્યો.
Routes of Indus River (Sindhu) System.
Sindhu river is vital for Pakistan. pic.twitter.com/nsFh2Qb806
— þððjå ßï§wå§ (@SP_OO_JA_97) April 24, 2025
પીએમ મોદીના નેતૃત્વ હેઠળની સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ સિંધુ જળ કરારને રોકવા સહિત ૫ મુદ્દાનાં પગલાં અમલમાં મૂક્યાં છે. આ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે એક સંદેશ આપવામાં આવ્યો છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારેય કોઈ સંબંધ બનશે તો એમાં આતંકવાદને એક રજકણ પણ સ્થાન નહીં હોય.
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શ્રીનગરમાં કહ્યું કે ભારત સરકારે કેટલાક પગલાં લીધા છે. જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરનો સવાલ છે, અમે ક્યારેય સિંધુ જળ કરારના પક્ષમાં રહ્યા નથી. અમે હંમેશા માનતા આવ્યા છીએ કે સિંધુ જળ કરાર જમ્મુ અને કાશ્મીરના લોકો માટે સૌથી ખોટો દસ્તાવેજ છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. આવી સ્થિતિમાં, ઇન્ડિગો એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લોકોને પૈસા પાછા આપવામાં આવશે. ફ્લાઇટ્સ ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે.
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સુરક્ષા દળોએ એક મોટું સર્ચ- ઓપરેશન શરૂ કર્યું છે. આ કાર્યવાહી પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કરવામાં આવી રહી છે, જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા. વધતી જતી સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ વિસ્તારને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સર્ચ-ઓપરેશન ત્યારે શરૂ કરવામાં આવ્યું, જ્યારે એક મહિલાએ પોલીસને જાણ કરી કે તેણે આ વિસ્તારમાં ચાર શંકાસ્પદ લોકોને જોયા છે. મહિલાની માહિતી બાદ વિસ્તારમાં હોબાળો મચી ગયો અને સુરક્ષા દળો તરત જ કાર્યવાહીમાં લાગી ગયા છે.
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે કહ્યું હતું કે અમે ક્યારેય સિંધુ જળ કરારના પક્ષમાં નથી. જમ્મુ અને કાશ્મીરના લોકો માટે આ સૌથી ખોટો દસ્તાવેજ છે.
બીજી તરફ, કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે શ્રીનગરમાં પહેલગામ હુમલામાં ઘાયલ થયેલા લોકો અને તેમના પરિવારોને મળ્યા. તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓ ગમે તેટલો પ્રયાસ કરે, અમે તેમને હરાવીશું. દરેક ભારતીય એક સાથે છે. આ પહેલાં ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે મુખ્યમંત્રીઓને અપીલ કરી કે તેઓ પોતપોતાનાં રાજ્યોમાં પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરે અને તેમને પાછા મોકલે.