ભારતને ભારે નુકસાન કરવા પાકિસ્તાને શાહીન મિસાઇલનો ઉપયોગ કર્યો હતો

નવી દિલ્હી, ભારતીય સૈન્યના ઓપરેશન સિંદૂરની કાર્યવાહીથી પાકિસ્તાન ભયભીત થઈ ગયું હતું. આ દરમિયાન ભારતને વધુને વધુ નુકસાન પહોંચાડવા માટે પાકિસ્તાને શાહીન મિસાઇલનો ઉપયોગ કર્યાે હતો. રાજધાની દિલ્હી પર હુમલો કરવા માટે પોતાના વિનાશક હથિયારોમાં સામેલ ન્યુક્લિયર કેપેબલ શાહિન મિસાઇલ છોડી હતી.
જોકે, પાકિસ્તાને ભારત પર જે શાહીન મિસાઇલ છોડી હતી, એમાં વોરહેડ ન્યુક્લિયર ન હતું.જોકે, ભારતના મજબૂત સુરક્ષા કવચને લીધે પાકિસ્તાનના ઇરાદા ફળીભૂત થયા નહીં.આ મિસાઇલોને હવામાં જ ભારતીય સૈન્યે તોડી પાડી હતી.
ભારતીય સૈન્યે જાહેર કરેલા વીડિયો પરથી ખ્યાલ આવે છે કે પાકિસ્તાને શાહીનની સાથે-સાથે ચીનના એ-૧૦૦ અને ફતહ ૧-૨ એમએલઆરએસ હથિયારનો ઉપયોગ કર્યાે હતો.
શાહીન અને અન્ય મિસાઇલોને ઈન્ટરસેપ્ટ કરવા ભારતે એસ-૪૦૦ની સાથે-સાથે આકાશ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યાે હતો. ભારતીય સૈન્યના વેસ્ટર્ન કમાન્ડે પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ કર્યા હોવાનો વીડિયો સોશ્યલ મીડિયા પર શેયર કર્યાે છે.SS1MS